________________
૧૫૬
નામાંક્તિ નાગરિક વાત કરી. શેઠ મોતીશાહને કેઈ કારણે આ હકીકતની ખબર પડી ગઈ એટલે એમણે સલાટ રામજીને બોલાવીને ઠપકે આ. “મારે સ્થપતિ, મારા ઈનામમાં આપેલા દાગીના, મારા ગામમાં વેચે એમાં મારી આબરુ શી? એ ઈનામની રકમ તે અનામત જ રહે.” એમ જણાવી શેઠે મેરાજ મેતા પર આખી દેવાની રકમની ચીઠ્ઠી લખી આપી અને રામજી સૂત્રધારનું કુલ દેવું પોતે ચૂકવી આપ્યું.
તે વખતમાં નોકરની બાબતમાં જનતાનો આવો ખ્યાલ હતું, જે માણસને પોતાને માન્ય, તેના સર અવસર, અગવડ કે આપત્તિ વખતે શેઠીઆ જાતે ચીવટ રાખતા, નેકર, મુનીમ કે ગુમાસ્તાની આબરૂ જાય તે તેમાં પિતાની આબરૂ ઓછી થાય છે એવો શેઠ અને નોકરને પરસ્પર પ્રેમભાવ હતે. શેઠ નેકરને ત્યાં અવસર આવે તે તેને ખરચ કાઢી આપતા અને નેકર શેઠનું માથું દુખવા આવે તે ચાંપવા બેસી જતે. શેઠ અને નેર વચ્ચે એકતા હતી, કૌટુંબિક ભાવના હતી અને શેઠની નજરે નેકર સુખી થાય તેવી ઈચ્છા અને નેકરની નજરે શેઠની આબાદી વધતી જાય એવી ભાવના રહેતી હતી. કહે છે કે-શેઠ મોતીશાહે આપેલા તે વખતના દાગીના અત્યારે પણ રામજી શિલપકારના પ્રપૌત્રોએ જાળવી રાખ્યા છે અને એનાં વાઘરનાં કડાં અત્યારે પણ પરંપરાગત જાળવવાની ચીજોમાં આનંદથી સ્થાન લે છે અને એને પહેરવામાં કે અન્યને બતાવવામાં કુટુંબનું ગૌરવ માનવામાં આવે છે.