________________
શેઠ મોતીશાહ
૧૫૫ (દઢ આને) મોટા પુરુષ મજૂરને મળતા હતા. અર્થશાસ્ત્રમાં પગારની ગણતરી તેની ખરીદશક્તિ પર આધાર રાખે છે એટલે પગારની રકમ અત્યારની રકમ સાથે સરખાવવા ચગ્ય નથી.
પરંતુ શેઠ મોતીશાહમાં માણસને આકર્ષણ કરવાની અદભુત શક્તિ હતી. એને એક જ દાખલો આપવાથી આ વાતને બરાબર ખ્યાલ આવી જશે. ભાયખલાના દેરાસરની પ્રતિષ્ઠા વખતે (સં. ૧૮૮૫ માગ, શુદ ૬) રામજી સ્થપતિને ખૂબ ઈનામ આપ્યું તેનું વર્ણન કરતાં એ પોતે જણાવે છે કે એને “સુંડલી ભરીને ” ઘરેણું આપ્યાં. ઘણાખરા કારીગરે દેવાદાર હોય છે, તેમ એ રામજી સૂત્રધારને શિહેરવાળા મેતા મેરાજ શામળાનું દેવું હતું. કારીગરોની પેદાશ આમ તે સારી હતી, પણ એ બચત જાળવી ન રાખતા-ખરચ કરી નાખતા અથવા પિતાની કળા પર ભરોસે રાખી અગાઉથી દેવું કરી બેસતા. આટલું તફાવત ગણતરીબાજ વાણીયા અને કુશળ કારીગર વચ્ચે રહેતો અને બારીક અવલોકનથી જોવામાં આવશે તે આજે પણ ઘણીખરી તેવી જ સ્થિતિ જોવામાં આવશે. સૂત્રધાર રામજીને વિચાર થયે કે-જે એ દાગીના લેણદાર મેરાજ મેતાને દેવા પેટે આપવા જશે તે તેને મેઘમ (અનિશ્ચિત ) વસ્તુ માની એની ખરી કિંમતથી અરધી રકમ પણ જમા નહિ આપે. કારણ કે ધીરધારને ધંધો કરનાર (money-lender ) તે દરેક પ્રસંગે કસ કાઢવાની કળામાં કુશળ હોય છે. આ વાતને વિચાર કરી રામજી સૂત્રધારે એ દાગીના મુંબઈમાં જ વેચી આપવા માટે મુનીમ વીરચંદભાઈને
પાકનથી જે
રામકશખરી તે