________________
૧૫૪
નામાંકિત નાગરિક
પણ ન આવે. એટલે કારીગરે તથા મજૂરોને ઉદારભાવે પગાર આપવામાં આવતું હતું એમ જણાય છે. એને ખરો ખ્યાલ કરવા માટે આપણે સૂત્રધાર રામજીને પગાર વિચારવા ગ્ય છે.
આ સૂત્રધાર રામજી જેણે કુંતાસરનું તળાવ કે ગાળી પૂરવાની યોજના તૈયાર કરી હતી તેને શેઠ મોતીશાહ સાથે પ્રથમ પરિચય સં. ૧૮૮૪ માં થ હતો અને શેઠ તેના શિલ્પજ્ઞાનથી રાજી થયા હતા. એની પાસે સં. ૧૮૮૪ ના ઉનાળામાં શ્રી પાયધુની ગોડીજી મહારાજના મંદિરનું કામ શેઠે કરાવ્યું હતું અને સં. ૧૮૮૫ ના માગશરમાં ભાયખલાના દેરાસરની પ્રતિષ્ઠા થઈ ત્યારે તેને મહાજનની હાજરીમાં મેટે શિરપાવ અને ઈનામ આપ્યા હતા. આ સૂત્રધાર રામજી પર આખી ચેજના તૈયાર કરવા અને તેને અમલમાં મૂકવાને ભાર હતું, છતાં તેને માસિક પગાર રૂપિયા પંદર હતું. જ્યારે સૂ. રામજી પિતાના છોકરા સાથે મુંબઇમાં કામ કરતું હતું ત્યારે બંનેને મળીને માસિક પગાર રૂ. ૫૦) પચાસ આપવામાં આવતું હતું એ એક પત્રમાં ઉલ્લેખ છે. એ પગાર તે ઘણેવધારે પડતે ઉદાર હતું એમ સાથે જ જણાવવામાં આવે છે. સૂત્રધાર રામજી કાર્યકુશળ હતા તે ઉપરાંત તેણે ભાયખલામાં ખાત મંડાવ્યા પછી શેઠને સંપત્તિની સારી વૃદ્ધિ થઈ હતી, એ માન્યતા પણ પગારની રકમમાં વધારે થવાના કારણભૂત હતી, એમ સાથે જ ઉલ્લેખ હતે. હોંશિયાર કારીગરને તે વખતે દરમાસે રૂપીયા સાડાસાત આપવામાં આવતા હતા. અને આગળ જણાવ્યું તેમ દાડીના દરરોજ છ પૈસા