________________
શેઠ મોતીશાહ
૧૫૩ અગાઉ વસ્તુઓ-જરૂરી ચીજના ભાવ અને કારીગર વર્ગની આવક ખર્ચ સંબંધી કેટલીક હકીક્ત જણાવી છે તે પરથી કારીગર વર્ગની સ્થિતિને છેડે ખ્યાલ આવ્યો હશે. શેઠ મોતીશાહ અને એમના પ્રધાન કાર્યકરોની ઈચ્છા કારીગરોને ખૂબ સંતુષ્ટ રાખવાની હતી અને પગાર એવો સારે આપવાની વૃત્તિ હતી કે એમાં વણિકબુદ્ધિને સ્થાન ન હતું. એના કારીગરો અને મજૂરો ઘણું સુખી અને ચીવટથી કામ કરનારા હતા અને દૂર દેશથી ખેંચાઈને કમાવા સારુ પાલીતાણે આવતા હતા. દરેક કારીગરને તથા મજૂરને દરરોજ સાંજે અનાજ શેર બે, ઘી શેર પા, ગોળ શેર અડધે અને કઠળ શેર પણે આપવામાં આવતું હતું અને પીવા માટે તમાકુ આપવામાં આવતી હતી તદુપરાંત રોકડ પગાર પણ મળતો હતો.
મજૂરી તથા કારીગરોના પગારના દર નોંધવા જેવા છે. મોટી વયના મજૂર (દાડીયા )ને દરરોજ દોઢ આને આપવામાં આવતો હતો અને તે ઉપરાંત ઉપર જણાવેલ “પેટિયું” (અનાજ, ઘી, ગોળ) આપવામાં આવતું હતું. તે વખતની જનતાની આર્થિક પરિસ્થિતિમાં આ પગાર ઘણે ઉદાર ગણાય તેવી જનતાની સ્થિતિ હતી. પગારની રકમમાં ખરીદશક્તિ કેટલી છે તે પર તેને આંક બંધાય છે. રૂપીઆ આના પાઈ તે વસ્તુ ખરીદી માટે વચ્ચે ઘરવાનું મધ્યસ્થ કેંદ્ર હોઈ તેની ખરીદીશક્તિ પર તેની ગણતરી કરવાની છે, એ તે અર્થશાસ્ત્રને જાતે સિદ્ધાંત છે. સં. ૧૮૮૮ ના દુકાળના વર્ષમાં ઘીને ભાવ મણના રુપિયા ૧૧) હતે. એવા ભાવની અત્યારે તે કલ્પના