________________
ઉપર
નામાંક્તિ નાગરિક
કામ કરનાર કારીગરોની બહુ મેટી સંખ્યાની જરૂર હતી. તળીઆ સુધી પાકા પાયા સાથે કામ લઈ આવવું અને પછી તેના પર અનેક દેરાસર, ભમતીની દેરીઓ, રાયણ પગલાં તૈયાર કરવા અને તે કામમાં જરા પણ શાસ્ત્ર, સંપ્રદાય, શિલ્પ કે સ્થાપત્યના નિયમને વાંધો ન આવે તે રીતે એ કામ લેવાનું હોઈ એને મુખ્ય ભાર સૂત્રધાર રામજીને માથે નાખવામાં આવ્યો હતો. આટલો મેટે ભાર વહન કરવાનું તેણે માથે લીધું. મેતીશાહ શેઠ તથા તેના સલાહકાર મંત્રી, મુનીમ અને પ્રધાનોને તેની આવડત, કુશળતા અને કાર્યશક્તિ પર પૂરતે વિશ્વાસ હતે.
આવું મહાભારત કામ ઉપાડવા અને પાર પાડવા માટે ધ્રાંગધ્રા, હળવદ અને વઢવાણથી સેમપુરા કારીગરો જે સલાટના નામથી ઓળખાય છે તેને મોટી સંખ્યામાં લાવવામાં આવ્યા હતા. તે સંખ્યા ઓછી પડતાં જામનગર, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, ધોરાજી, અમરેલી વગેરેથી બીજી કેમના કારીગરોને બોલાવવામાં આવ્યા. એવા કડિયા કારીગરોની સંખ્યા પણ મેટી હતી. આ દેરાસરને પાયે ભરવામાં અને શાસ્ત્રીય પદ્ધતિએ ઘડતર અને બાંધકામ કરવામાં અગીયાર સે કારીગરો અને ત્રણ હજાર મજૂર રોક્યા હતા એ ઉલ્લેખ મળી આવે છે.
આ ટુંક બાંધવાના કામની શરૂઆત કરી ત્યારથી પ્રતિષ્ઠા સુધીમાં સાત વર્ષ કામ ચાલ્યું તે સમગ્ર સમયમાં હજારે કારીગરે અને મજૂરો રેજી મેળવતા હતા.