________________
૧૫૧
શેઠ મોતીશાહ નીચેના ભાગમાં બ્રહ્મરંધ્રમાં કઈ જાતની અશુચિ કરે તે પદાર્થ ન આવવો જોઈએ. એક હાડકાનો ટુકડો કે બાલ પણ ન આવવો જોઈએ, એ પાયાને બને તેટલો નીચેથી લેવા જોઈએ અને એના પ્રત્યેક પથ્થરના માપ પ્રથમથી નક્કી કરી તે પ્રમાણે પ્રત્યેક પથ્થર ઊંચાઈ, પહોળાઈ કે આકારની બાબતમાં જરા પણ ફેરફારવાળો ન હોવો જોઈએ. એની સાથે દેરાસરમાં પાણીના સંગ્રહ માટે મેટાં ટાંકાં બાંધવાનાં હતાં, ચોમાસાનું નિર્મળ જળ સંગ્રહ કરી રાખી પ્રક્ષાલન માટે ભરી રાખવા માટે કૂવા જેવું સ્થાન કરવામાં આવે છે તેને “ ટાંક” કહે છે અને પ્રત્યેક મોટા દેરાસરમાં એવાં ટાંકાં એક કે વધારે હોય છે. મોતીશાહ શેઠની ટુંકનાં ટાંકાં કારીગીરી અને સ્થાપત્યના નમૂના છે. એ ઉપરાંત દેરાસરમાંથી પખાળનાં જળને અને ચોમાસામાં વરસાદનાં પાણીને બહાર કાઢવા માટે નીક કરવાની હોય છે. એની વ્યવસ્થા પણ આ ટુંકમાં બહુ મજાની કરવામાં આવી છે. મુસાફર-યાત્રાળુને પીવા તથા સ્નાન કરવા માટે કુંડ કરવાનો હોય છે. ટાંકાં તથા કુંડ બને તેટલા વિશાળ કરવાના હતા જેથી એકાદ વર્ષ ચોમાસું નિષ્ફળ જાય કે મેળું વર્ષ થાય તે પણ પાણીની અગવડ ન રહે. પાણીના સંગ્રહ અને નિકાસ માટે આવા પ્રકારની વ્યવસ્થા કરવાની હતી અને તેની
જના પ્રથમથી જ કરવાની હતી જેથી કામ થઈ ગયા પછી નકામી ભાંગતોડ ન થાય. યાત્રીઓને સ્નાન કરવાની પણ વ્યવસ્થા પ્રથમથી કરવાની હતી. યોજનાપૂર્વક કરેલા મતીશાહની ટુંકના બાંધકામમાં આ વ્યવસ્થા બહુ સુંદર અને શાસ્ત્રીય પદ્ધતિએ કરવામાં આવી છે. "