________________
૧૫૦
નામાંકિત નાગરિક
પડે. દ્વારના આઠ ભાગ કરી સાતમા ભાગના આઠે ભાગ કરી તેના સાતમે ભાગે ષ્ટિ રખાય. અને એ ઉપરાંત પ્રવેશ દ્વારની દિશા, મૂળનાયકની દૃષ્ટિ, સામસામે મદિર હાય તા બન્ને સ્થાનનાં મૂળનાયકાની ષ્ટિના મેળ, મૂળ ગભારા અને રંગમડપના માપ, દેરીઆની વ્યવસ્થા, ગુંબજ( ડામ )ની ગણતરી ત્રણ શિખર, પાંચ શિખરની વ્યવસ્થા વિગેરે અનેક બાબત જોવાની હોય છે અને એકાદ ભૂલ થાય તા ભારે વિમાસણ, મેાટી ચર્ચા અને પૈસાની બરબાદી થાય છે. આ સં હકીકતમાં પાકી શ્રદ્ધા ધરાવનારની સાથે જ્યારે કામ લેવાનું હાય છે ત્યારે ઘણી સંભાળ રાખવાની હાય છે અને કાઈ પણ બાબતમાં એક દોરાવા પણ ફેરફાર થયા નથી એ ચીવટપૂર્વક જોવાનુ હાય છે. એની સાથે ઘણી લૌકિક માન્યતાઓ પણ હોય છે. ગરભ ગળે એટલે સામસામા દ્વારમાં જરા પણ નાના મોટા કે દિશા-ખૂણા ફેર થાય કે મૂળનાયકની ગાદીનું સ્થાન પ્રવેશ દ્વાર સાથે સરખામણીમાં જરા ઊંચુ’-નીચુ· થઈ જાય તે તેમાં નાયકને બેસાડનારનું ખેદાનમેદાન થઇ જાય એવી એવી અનેક માન્યતાઓ છે. આ સવ ખાખતામાં મેાતીશાહ શેઠના કારીગરો નિષ્ણાત હતા. શેઠના હુકમ ખરાખર શાસ્ત્રીય પદ્ધતિએ જ કામ લેવાના હતા.
બાંધકામ.
પ્રથમ કાર્ય કુંતાસરના ગાળા-તળાવ પૂરવાનું હતું. તેની સાથે દેરાસરોના પાયા તળાવના તળીઆની નીચેથી લેવાતા હતા, એટલે એમાં જ ગણતરી પાકી લેવાની હતી. મૂળનાયકની