________________
શેઠ મેાતીશાહ
૧૪૯
આ વાતના તથ્યાંશ આપણે જોવાના નથી અને એની ચર્ચા અત્ર અપ્રસ્તુત છે. અમુક દ્વારની સામે બરાબર દ્વાર આવવું જ જોઈએ, એની પાછળ કેટલીક વાર તંદુરસ્તીના ધારણા પણ હાય છે અને દરેક નિયમની પાછળ સજા ( sanetion ) હાય તા લેાકેા દૈવી બાબત માનીને ચાલે તે સીધા રહે છે. એ સવ ભારે આનંદ આપે તેવા વહેવારુ' અને શિક્ષણીય વિષય છે અને એની ચાલતી ચર્ચા વખતે થતી ગરમી જોઇ હાય તા ભારે નવાઈ પમાડે તેવી હેાય છે. પણ આપણા તે વિષય નથી. મે` આવી અનેક ચર્ચાઓ સાંભળી છે. અત્રે વાત એ છે કે—આવી રીતે હકીકત હોવાથી ચીવટપૂર્વક શાસ્રીય પદ્ધતિએ કામ લેવાનું હતું અને તે વાતમાં સર્વ કામ લેનારા, કરનારા અને કરાવનારા–માનનારા હતા.
જ્યારે દેરાસરનું કામ નીચેથી શિખરની બાંધણી સાથે લેવાનું હોય છે ત્યારે ગણતરી ખૂબ રાખવાની હોય છે કેટલાક મંદિરને શિખર ઉપરના ભાગથી લેવામાં આવે છે, જ્યારે કેટલાક નીચેથી જ શિખરબંધ હોય છે. એમાં પથ્થર પર આખા પથ્થર ગાઠવવાના નથી હાતા, પણ દરેક પથ્થર ઘડી, એના આકાર કરી, એને શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે ગાઠવવાના હોય છે. એમાં ગણતરી કેટલી રાખવી પડે છે તે એવા દેરાસરનું કામ જોવાથી જ જણાય.
એ ઉપરાંત લેવલ જાળવવુ' પડે, દ્વાર સામે દ્વાર લાવવાં પડે, એમાં એક દારા જેટલા તફાવત ન થાય, મૂળનાયકની નાસિકા પ્રવેશદ્વારમાં અમુક સ્થળે લાવવા માટે ગણતરી રાખવી