________________
૧૪૮
નામાંકિત નાગરિક શુદ્ધ કરવી પડે છે. માત્ર પાયા પૂરતી નહીં. મૂળનાયકના સ્થાનમાં નીચેથી છેદી પાયાની શુદ્ધિ કરવી પડે છે અને તે માટે ઘણી વાર બહુ ઊંડાણમાં જવું પડે છે એ બ્રહ્મરંધ્ર જમીનમાંથી નીકળી મૂળ પ્રતિમાની નીચે થઈ માથાના મધ્ય વિભાગમાં જાય છે.
આ સિવાય એનાં ગર્ભદ્વાર, રંગમંડપ, ચોકીઓ વિગેરે માપસર કરવાના હોય છે. એમાં એક આંગળને કે આગળના પચીશમાભાગને પણ તફાવત ચાલતું નથી. પથ્થર ઘડતાં પહેબાઈમાં કે ઊંચાઈમાં દેરા જેટલે ફેરફાર થઈ જાય તે આઘાટપથ્થર રદ કરવો પડે છે. શિલ્પશાસ્ત્રની ગણતરીમાં જરાપણ ફેરફાર ચાલી શક્તા નથી અને એના અભ્યાસી આવીને કેઈ જાતને “ધ” કાઢે તે ઘડનાર કારીગર કે મિસ્ત્રીને નીચું જોવું પડે છે તેમજ કરેલ કામ ઉખેડી નાખવું પડે છે. અહીં વેધ એટલે શાસ્ત્રીય દેષ સમજવો. એ શિલ્પ સાહિત્યને પારિભાષિક શબ્દ છે. જેણે કે ઈદેરાસરનાં ચાલતાં કામે જોયાં હોય અને તેને લગતી શિલ્પચર્ચા સાંભળી હોય તે ઘણી વાર ભારે જમાવટ થતી જોવામાં આવે છે. એ વખતનું એ વિષયમાં રસ લેનારાએનું ગાંભીર્ય એટલું હોય છે કે જેનારને સાનંદાશ્ચર્ય થાય.
વળી એ પ્રત્યેક વેધ સાથે સાંસારિક સંપત્તિનો આધાર રહે છે. અમુક ભીંત ગળે કે દ્વારની સાખ ગળે તે નિર્વશ જાય, ધનહાનિ થાય, આબરુ જાય, સગાંસ્નેહી ગરીબ થઈ જાય અથવા રાજ્યમાન વધે, પુત્ર પુત્રીઓ થાય, ધન સંપત્તિ બેવડી કે દશગણું થઈ જાય વિગેરે વાતે જોડાયેલી હોય છે.