________________
(૧૬) મેતીશાહની ટૂંકની રચના ખાતમુહૂર્ત કર્યા પછી કામ તડામાર શરૂ કરવાનું હતું. એક તે ડુંગર ઉપરનું કામ, લેવલ વગરની આડીઅવળી જગ્યા અને કામને પાયામાંથી ઉપર લઈ આવવું એમાં ઘણી મુશકેલી હતી. આ બાબતમાં છૂટાછવાયા કાગળ પરથી જે હકીક્ત મળેલી છે અને કર્ણનુકણું ચાલી આવતી પ્રાપ્ત થઈ છે તે અહીં સંક્ષિપ્તમાં ઉતારી છે.
દેરાસરનાં બાંધકામમાં અને ગૃહના મકાનનાં બાંધકામમાં ઘણે ફેર છે. દેરાસરનું કામ ઓછામાં ઓછું હજાર વર્ષ ચાલે તેવું મજબૂત થવું જોઈએ. ચાલુ મકાન માટી–ગારાનાં ૫૦ વર્ષ ચાલે, ઇંટ ચૂનાનાં ૮૦ વર્ષ ચાલે અને પથ્થરનાં હોય તે ૧૨૫–૧૫૦ વર્ષ ચાલે, ત્યારે મંદિરની બાંધણી આઠસેથી હજાર વર્ષને હિસાબે ચલાવવાની હેઈ કામ રાશિબંધ કરવાનું હોય છે. ઉપરાંત દેરાસરને પાયો બહુ ઊંડે લેવો પડે છે. એના પાયામાં અને ખાસ કરીને બ્રારંધ્રમાં પાતાળમાં પણ એક બાલ કે હાડકું ન રહેવું જોઈએ તેની ચીવટ રાખવી પડે છે. દેરાસરમાં તેની નીચેની બધી જમીન