________________
૧૪૬
નામાંકિત નાગરિક સરના તળાવની બાજુએ કઠણ ભૂમિમાં પૂરતા આનંદથી ખાતમુહૂર્ત થયું.
મોતીશાહ શેઠના આનંદને પાર નહેાતે એમને જીવંત સ્વપ્ન સિદ્ધ કરવાના ઉમળકા હતા, એમને સ્વર્ગ સાથે વાત કરે એવી રમ્ય શિલ્પરચના કરવી હતી, એમને સ્થાપત્યના નમૂના તૈયાર કરવા હતા. એમને મન ખરચીને હિસાબ નહોતે, એમને કામ જલદી આપવું હતું અને સાથે કામ મજબૂત પણ કરવું હતું. એની શરૂઆત કરી, જરૂરી સૂચનાઓ આપી માગશર માસમાં શેઠ તે મુંબઈ સીધાવી ગયા, કામની પ્રગતિ કેવી થાય છે તેના સમાચાર મોકલવાની ભલામણ કરતા ગયા અને જનતાને આશ્ચર્યમાં નાખતા ગયા. કુંતાસરની વસમીવાટે જનાર આવનાર પ્રાકૃત જનને એમાં સાહસ લાગ્યું, જેનેતરને એમાં કમાણીનાં સાધન દેખાયાં અને જનતાને એમાં કુતૂહલ જણાયું.
સ...મ...તા. સમતા એટલે “સ્થિરતા” આપણા પ્રાકૃત માણસનાં મન કેટલાં બધાં અસ્થિર-ચંચળ હોય છે તેને ખ્યાલ તરત આપી શકાય તેમ છે. નવકારવાળી ગણવાને આરંભ કરતાં એકાદ નવકાર ધ્યાન રાખીને ચિતવાય છે; પછી મનના બે ભાગ પડી જાય છે. મનની વિચિત્રગતિ શરૂ થાય છે. હાથ પોતાનું કામ કરે છે એટલે મણકા એક પછી એક પડવા જારી રહે છે અને તે જ વખતે મન દુનિયાના કંઈક વિભાગમાં ફરવા નીકળી પડે છે.
– અધ્યાત્મકલ્પમ