________________
શેઠ મોતીશાહ
૧૪૫ ઓછી મુશકેલ વાત નથી. પછી તો આ૫ મુંબઈના નગરશેઠ છો!” આ વચનને અર્થ મેતીશાહ શેઠે ટેણારૂપ માનીને સૂત્રધાર રામજીને તે જ જગ્યા પર ટુંક બાંધવાનો નિર્ણય કરી તે અનુસાર હુકમ કર્યો અને સર્વે નીચે ઉતર્યા.
હકીકત આ પ્રમાણે હોય કે ખાતમુહૂર્ત કરવા પ્રસંગે અગાઉ જણાવ્યું તે આકારમાં એ હકીકત બની હોય, પણ એ સર્વમાંથી મોતીશાહ શેઠને આત્મવિશ્વાસ અને શીઘ્ર નિર્ણય કરવાની શક્તિ એ પ્રસંગ જરૂર બતાવે છે. જે મોટા સાહસ કરી વેપાર ખેડી શકે છે, જે મુંબઈમાં દરિયે પૂરવાના મનર ખેડી શકે છે, તે માનસ કુંતાસરના ગાળાને વિસ્તાર પૂરવાનો નિર્ણય સહજ ભાવે કરે છે તેમાં નવાઈ જેવું લાગતું નથી. શેઠ મોતીશાહ દરિયાપારના વેપારી હતા, દરિયે ખેડવામાં માનવા વાળા હતા, અસાધારણ આત્મવિશ્વાસવાળા હતા અને આપબળે આગળ વધેલા હતા, એટલે એ ઘણું હિસાબ ગણવા બેટી થાય એ એના સ્વભાવમાં જ નહોતું. એને કામ શરૂ કરી દેવું હતું અને પાર પાડવું હતું, એટલે એની સામાન્ય વ્યાપારી કુનેહ અને ખેડવાની રીત એમની બાજૂએ હતી. અમદાવાદના હેમાભાઈ શેઠ પણ વ્યાપારના ખેડનારા હતા, પણ એની દષ્ટિમર્યાદા એક બાજુ રતલામ–ઉજજૈન સુધી અને બીજી બાજુ મુંબઈ સુધી પહોંચતી, જ્યારે મોતીશાહ શેઠ એ સર્વ વિભાગ ઉપરાંત ચીનને વેપાર ખેડનારા હતા. આ રીતે સલાહ, પ્રેમ, સૌહાર્દ અને સહકારથી કામ શરૂ કરવામાં આવ્યું અને કુંતા