________________
૧૪૪
નામાંતિ નાગરિક માગશર વદમાં કુંતાસરના ગાળામાં ઊતરી સંઘની હાજરીમાં ટુંક બનાવવા–બંધાવવા માટે ખાતમુહૂર્ત કર્યું અને તે પ્રસંગે અનેક સંભાવિત અને ખાસ કરીને શેઠ હેમાભાઈ (અમદાવાદના નગરશેઠ) હાજર હતા.
શેઠ હેમાભાઈના સંબંધમાં ઉપર જે વાત જણાવી તે પ્રચલિત હકીક્ત એક જરા પાઠાફેરરૂપે મારી પાસે નોટરૂપે લખાઈને આવી છે. તે નોટ પ્રમાણે કાર્તિક વદમાં કે માગશર શુદમાં મોતીશાહ શેઠ ટુંકની જગ્યાને નિર્ણય કરવા મહુવા માગે મુંબઈથી પાલીતાણે આવ્યા ત્યારે નીચે પ્રમાણે એક રમૂજી પ્રસંગ બન્યું –
જ્યારે શેઠ મોતીશાહ જગ્યાને નિર્ણય કરવા પાલીતાણે આવ્યા ત્યારે અમદાવાદના શેઠ હેમાભાઈ પણ પાલીતાણે હતા. આખા પહાડ પર ફરી, દર્શન કરી, જગ્યા જોતાં જોતાં અદભુતજીના પગથિયા આગળ આવ્યા. આખી મંડળી તે વખતે જગ્યા માટે વિચાર કરતી હતી. સૂત્રધાર રામજીનો વિચાર કુંતાસરને ગાળો પૂરી તે પર ટુંક બાંધવાનું હતું. તેનાં તેની નજરમાં બે કારણો હતા. (૧) વિશાળ જગ્યાનો લાભ મળે અને (૨) બે ટેકરીઓ પર જવા આવવાની યાત્રીઓની અગવડ દૂર થઈ જાય. મેતીશાહ શેઠને આ વાત પસંદ પડી હતી અને તે પોતાની સંમતિ બતાવતા હતા તે વખતે મજાકમાં હેમાભાઈ શેઠ બેલ્યા,–“શેઠ! આપ આ ભગીરથ કામ માટે આપની વખારનો માલ લાવી ખડકે તે ભલે. આટલા મેટા ગાળા વચ્ચેનું તળાવ પૂરી ઉપર લઈ આવવું એ કાંઈ