________________
શેઠ મેાતીશાહ
૧૪૩
એની તારીખેામેળવતાં અત્યાર સુધીનાં પ્રાપ્ત સાધનાને અંગે એના સ’વત હું ૧૮૮૬ મૂકું છું. વધારે હકીકત મેળવવાના પ્રયાસ ચાલુ છે. પંડિત વીરવિજયજી સ. ૧૮૮૮ ની સાલ કહે છે અને તે સમકાલીન હતા એટલે એ પુરાવાને એકદમ દૂર કરી શકાય તેમ ન હેાઈને આ વસવસેા ઉત્પન્ન થયા છે. વધારે વિગત સાંપડશે તા તે હવે પછી ઉમેરવામાં આવશે.
ખાતમુહૂત અને જ્યાતિષને અગે જરા નુક્તેચીની કરવાની રહે છે. મીનામાં શુભ કાર્ય લગ્નાદિ કરવાં એ વાત કાઠિયાવાડમાં જ સવિશેષપણે પ્રચલિત છે. દરિયાપારના દેશેામાં એ વાત લાગતી નથી, એવી અત્યારે પણ માન્યતા છે. એ માન્યતાના ગુણદોષમાં ઊતરવાનું અત્ર અસ્થાને છે, પણ રામજી સૂત્રધારને જે વાત ઘણી મહત્ત્વની લાગી હોય તે મુંબઈવાસીઓને અગત્યની ન જાઇ હોય એ મનવાદ્વેગ છે. મુહૂતની બાબતમાં ઘણી વાર એમ થાય છે. એ વિષયના ગુણદોષમાં ઉતરવાનું અપ્રસ્તુત છે, પણ ઘણીવાર કાકતાલીય ન્યાયે કાંઇ અણધાર્યું બની આવે છે ત્યારે માણસ ‘મુહૂત ખરાખર નહોતું લેવાયું’ એમ માનવા લાગી જાય છે. આ સંબધમાં એકમત થવા તે અશકય છે. બાકી નાખેલ ખાતને આદિપુરના કાળીએએ વીંખી નાખ્યું હોય, તેા તે યુગની માન્યતા પ્રમાણે તે ઉપાધિ કરનાર ગણાય ખરું. અત્યારે પણ એવા પ્રસંગે એવું બની આવે તે લેાકેા એવી જ શ્રેણીના વિચાર કરે. આ વાત અહીં જ પતાવી દઇએ. મુદ્દાની વાત એ છે કે–માતીશાહ શેઠે અંતરના ઉમળકાથી ખૂબ ભપકા સાથે