________________
૧૪૨
નામાંકિત નાગરિક ખાતમુહૂર્ત કરીને ગામમાં આવ્યા પછી આદિપુરના કેળીએાએ ચોરી કરવા સારુ ખાત ઉખેડી નાખ્યું અને અંદર નાખેલા રૂપાનાણુને ઉઠાવી ગયા. મુનીમ વીરચંદભાઈની કુશળતાથી આ વાત બહુ ચેલાણી નહિ. જોતિષ અથવા ભવિષ્યમાં માનનારની નજરે ખાત વીંખાય એ અશુભ ચિહ્ન ગણાય છે.
ખાતમુહૂર્તની તારીખના સંબંધમાં કેટલોક મતફેર છે. મને જે કાગળે મળ્યા છે તે પ્રમાણે ખાતમુહૂર્ત સં. ૧૮૮૬ ના માગશર માસમાં આવે છે. મને જે થોડી છૂટીછવાઈ નોંધ મોતીશાહ શેઠના ચરિત્ર સંબંધી મળી છે તેમાં તે તારીખ સં. ૧૮૮૭ના શિયાળામાં લખે છે અને પંડિત વીરવિજયજી પિતાનાં ઢાળિયામાં બીજી ઢાળની શરૂઆતમાં જણાવે છે કે
સંવત અઢારસે અઠારી માહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે; કુંતાસરનો ખાડે માટે, શેઠજી નયણે નિહાળે, મનને મોજે છે.” (જુઓ પરિશિષ્ટ) એ પ્રમાણે એ મુહૂર્તનું વર્ષ સં. ૧૮૮૮ થાય છે. માગશર માસમાં અને વદ પક્ષમાં એ મુહૂર્ત થયું એમાં શક નથી, પણ એની સાલ સંબંધી મતભેદ દેખાય છે. એ સંબંધી કેટલીક વધારે ચોકકસ હકીકત મળવા સંભવ છે તે કુટનોટમાં અથવા પુસ્તકના પરિશિષ્ટમાં પ્રકટ કરવામાં આવશે. મારી પાસે જે પત્રો પ્રાપ્ત થયેલા પડેલા છે તે સર્વમાં પ્રતિષ્ઠા પહેલાં સાત વર્ષ ધમધોકાર કામ ટુંક બાંધવા માટે ચાલ્યું એની વિગતે છે અને શેઠ મોતીશાહને કામની ઘણી ઉતાવળ હતી અને તેઓ સં. ૧૮૮૬ ના કાર્તિક વદમાં પાલીતાણ આવવા વહાણમાગે મુંબઈથી નીકળ્યા હતા.