________________
શેઠ મેતીશાહ
૧૪૧ આ અસાધારણ સાહસ હતું. તે વખતે કુંતાસરનો ગાળો જેનાર એમ કહેતા હતા કે આવા બે ડુંગરના ગાળાને બાંધ એ કામ સાધારણ કલ્પનાની બહારનું જ હતું. પંડિત વીરવિજ્ય ગાઈ ગયા છે કે-ચોથા આરામાં અનેક ધનવાન અને પ્રતાપી પુરુષો થઈ ગયા, તેનાથી આ ખાડે પૂરાણે નહિ, તે આ કાળે મોતીશાહ શેઠે રૂપાના રૂપિચે ભરાવ્યું. (જુઓ પરિશિષ્ટ). આવી કલ્પના કરવી તે પણ ભારે નિશ્ચયબળ અને સાહસ બતાવે છે. એમાં પંડિત વીરવિજયજી કહે છે તેમ ખરચના હિસાબ જ નહોતું. એને રૂપીઆથી ભરાત્રે એમ વર્ણવવું તેનો અર્થ એ છે કે એમાં એટલો ખરચ કરવામાં આવ્યું કે એમાં પથ્થરને બદલે રૂપિયા ભર્યા હતા તે તેટલી જ રકમ લાગત. આ વાત શેઠની ધર્મભાવના, ધગશ અને નિશ્ચયબળને મહિમા બતાવે છે.
જેમણે આ ખાડે જે હતું તેવા વૃદ્ધ પુરુ પાસેથી આ લેખકે સાંભળેલી વાત છે. તેઓ જે રીતે યાત્રા કરવા જનારની મુશ્કેલીનું વર્ણન કરતા હતા અને શેઠને નજરે જોયા હતા તે વખતની તેમની ઉર્મિઓ નિહાળીને પ્રસન્ન થયા હતા એ વાતનું વર્ણન કરવા બેસું તે પૃષ્ઠો ભરાય તેમ છે. વાત એક જ છે કે–એ શેઠ રળી જાણતા હતા, તેમ ખરચી પણ જાણતા હતા અને એમને કામ ગમે તેમ આપી પતાવવું નહોતું, પણ શિલ્પકળા અને સ્થાપત્યના નમૂના ખડા કરવા માટે વિશાળ જગ્યા તેમને જોઈતી હતી અને તે માટે ગમે તેમ ચલાવી લેવું નહોતું.