________________
૧૪૦
નામાંકિત નાગરિક ભાઈ વગેરે ડુંગર ઉપર ગયા. કુંતાસરની ગાળી આદીશ્વરની મેટી ટુંક પાસે ઘણી ઊંડી હતી, હાલ જ્યાં મોતીશાહ શેઠને કુંડ છે ત્યાં ઘણા ઊંડાણમાં તળાવ હતું. બાજુમાં કુંતા માતાની દેરી હતી. ઊતરવાની નિસરણીઓ તળાવની બાજુ પર બાંધવામાં આવી હતી. નીચે રહેલા માણસેને બે ટુંક ટેકરા કે દાદાની દુકનાં રસ્તા ઉપરથી જોતાં તે હાથવેંત જેટલા નાના દેખાતા હતા. ગાળો સાંકડો હતો પણ ખૂબ ઊંડે હતે. પૂર્વે રામપળની બારી અને પશ્ચિમે ઘેટી પાગને રસ્તે બને ઘણું ઊંચા હતા, ગાળે ઘણીખરી જગ્યાએ તળાવ સરખો હતો. શેઠ હેમાભાઈ ખાડાની ધાર ઉપર ઊભા ઊભા શેઠ મોતીશાહને કહે છે કે-“શેઠ! આ વેંતર્વોતના માણસે દેખાય છે, અને આવડી મેટી ખાડ પૂરી ઉપર લઈ આવવી, મજબૂત બનાવવી, તેમાં ટાંકા તથા પાણીના રસ્તા કરવા અને તે પર દેરાસરે બાંધવા! શેઠ કામ કરું તે ખરું ! તમે ભારે પડતું કામ ઉપાડ્યું છે” મેતશાહશેઠે જવાબ આપે. “શેઠ ! એમાં મૂંઝવણ જેવું શું છે? આ તે મુંબઈ દૂર પડી, નહિ તે મારી એક વખાર ઉઘાડું, તે ચીનાઈ સાકરથી આ ખાડે પૂરી દઉં. ચાલે, ઉત્સાહ રાખે અને પરમાત્માનું નામ લો. સારા કામમાં શંકા રાખવી નહિ.'
શેઠ હેમાભાઈ મેતીશાહ શેઠના નિશ્ચયબળથી આશ્ચર્ય પામ્યા. એમની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. અત્યંત ઉત્સાહથી સં. ૧૮૮૬ ના માગશર વદમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.