________________
શેઠ મોતીશાહ
૧૩૯ જયોતિષમાં બરાબર માનનારા રામજી સૂત્રધારને આ વાત પસંદ પડી નહિ. શેઠના નિશ્ચય સામે એનામાં બોલવાની હિંમત નહોતી. એણે ધોલેરાવાળા વજનદાર મુનીમને બાજુએ લઈ જઈને કહ્યું કે “આ ઠીક થતું નથી. શેઠ મમત કરીને મુહૂર્ત કરશે તે એનું પરિણામ સારું નહિ આવે. શેઠ સાહેબ મુહૂર્ત તે કરી નાખશે, પણ પિતે પ્રતિષ્ઠા કરશે કે નહિ એ વાતની શંકા છે.”
વીરચંદભાઈ ભારે વ્યવહારુ હતા. એણે રામજી સૂત્રધારને જવાબ આપ્યો-“તમે હજી શેઠને બરાબર ઓળખ્યા નથી. એમણે જે કામ કરવા ધાર્યું હોય તે જરૂર કરશે. તમે હવે શુકનમાં વિશ્ન ન નાંખે. ખાસ આગ્રહ હોય તે એક બે દિવસમાં સારે દિવસ શેધી આપે. વધારે ઢીલ શેઠને પાલવે તેમ નથી. શેઠને આવતી કાલે જ મુહૂત કરવાનો આગ્રહ બે એક દિવસ માટે હું ફેરવાવી શકીશ, બાકી વાત પોષ વદમાં જાય અને શેઠ મુંબઈ જઈને પાછા આવે અને તેટલે વખત વાત મુલતવી રહે એ વાત અશક્ય જણાય છે. પરમાત્મા સર્વ સારું કરશે. આમાં ક્યાં દીકરા દીકરી પરણાવવા છે, ધરમના કામમાં ઢીલ ન કરવી.”
કચવાતે મને રામજી સૂત્રધારે મુહૂર્ત જોઈ આપ્યું. તે દિવસ માટે બધી તૈયારીઓ વિગતવાર કરવામાં આવી. કુંતાસરના તળાવમાં ઊતરવા માટે નિસરણી સાથે નિસરણીઓ બાંધવામાં આવી. પૂજાપાનો સામાન મોકલવામાં આવ્યું. મુહૂર્તને દિવસે બડી ધામધૂમપૂર્વક શેઠ મેતીશાહ, શેઠ હેમા