________________
૧૭ - બીજી તરફ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ પશુધર્મો છે; જ્યારે મનુષ્યમાં બુદ્ધિ અને હૃદયરૂપ તત્ત વિશેષ હોવાથી પશુસૃષ્ટિ ઉપર મનુષ્યનું સામ્રાજ્ય પ્રવર્તે છે; ધર્મ અર્થ કામ અને મેક્ષ એ માનવજીવનના પુરુષાર્થો છે; તેમાં પણ અર્થ અને કામ સંસારના હેતુભૂત છે. જ્યારે ધર્મ મેક્ષના હેતુભૂત છે; મર્યાદા પુરસ્સર ધર્મપૂર્વક અર્થ અને કામનું ઉપાર્જન તે ગૃહસ્થ-શ્રાવક ધર્મની પ્રણાલિકા છે; મોક્ષને સાધ્ય રાખી ધર્મ, અર્થ અને કામનું ઉપાર્જન કરવું, નિવૃત્તિને સાધ્યબિંદુ (point of view) રાખી શુભ પ્રવૃત્તિપરાયણ રહેવું, શુભ અશુભ અને શુદ્ધ તેમજ પારમાર્થિક લાભ અને અલાભની તુલના કરી સમ્યકત્વ, જેને જેના પરિભાષામાં દેવ, ગુરુ અને ધર્મની અવિચળ શ્રદ્ધારૂપ કહેવામાં આવે છે તેનું પાલન કરી, દેશવિરતિ–ચારિત્રબળવડે વ્રતનું યથાશક્તિ પાલન કરી, વ્યવહારશુદ્ધિ અને વિવેકપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવ-તે ગૃહસ્થ કર્મવેગીનું કર્તવ્ય છે. - ઉપરોક્ત દૃષ્ટિબિંદુ અનુસાર પ્રાચીન સ્તંભન તીર્થમાં પૂર્વજન્મના ધાર્મિક સંસ્કાર યુક્ત શેઠ અમીચંદસાકરને જન્મ થયો હતો. તેઓશ્રી સં. ૧૮૧૪માં તેર વર્ષની ઉમ્મરે મુંબઈ આવ્યા. તેમની રૂપબાઇ પત્નીની કુક્ષીથી ત્રણ પુત્ર શ્રીનેમચંદભાઈ, શ્રી મોતીચંદભાઈઅને શ્રી દેવચંદભાઈ ને અનુક્રમે જન્મ થયે. આપણું ચરિત્રના મુખ્ય નાયક શ્રી મેતીચંદભાઇ તે ભવિષ્યના શ્રી મોતીશા શેઠ, તેમને જન્મ સં. ૧૮૩૮ માં થયે હતે. અથથી ઇતિ સુધી તેમનું બાહ્યા અને આંતર જીવન મુંબઇ નગરીના પ્રાથમિક ઈતિહાસથી