________________
મુ
.
वसुधाभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः । लक्ष्म्याभरणं दानं, दानाभरणं सुपात्रं च ॥
“પૃથ્વીનું આભૂષણ પુરુષ છે, પુરુષનું આભરણ (પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલી) લક્ષમી છે, લક્ષમીનું આભૂષણ દાન છે અને દાનનું ભૂષણ સુપાત્ર દાન છે.”
ઉપદેશતરંગિણુ-શ્રી રત્નમહિરગણિ દશ દષ્ટાંતથી દુર્લભ બનેલા માનવભવમાં મનુષ્યનું સાચું જીવન પારમાર્થિક જીવન છે; જૈનદર્શનની પરિભાષા અનુસાર દરેક ક્ષણ પ્રત્યેક મનુષ્યનું “ભાવ મરણ” થઈ રહેલું છે; મતલબ કે જેમ જેમ સમય વીતતે જાય છે તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યમાંથી ક્ષણે ઓછી થતી જાય છે. આવી પરિસ્થિતિમાં જો કે બાહ્ય પ્રાણે ધારણ કરતે મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ રાગ અને દ્વેષમય કંકોવાળી સ્વાર્થ દશામાં જેટલું અંશે માનવજીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક જીવન કહી શકાતું ન હોવાને અંગે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, તપ, દાન, શીલ, પરોપકાર, સત્ત્વાનુકંપા, વ્રત અને પ્રત્યાખ્યાન વિગેરે વિકાસ પામેલા સદ્દગુણે તરફ અભિમુખ થયેલા જીવનને “વાસ્તવિક જીવન” સર્વજ્ઞ શાએ પ્રધ્યું છે.