________________
૧૫
ન થવા દેતાં, એકત્ર કરી પ્રકાશિત કરવામાં ખાસ યન કરવાની, અને એ પાછળ ધન ખરચવાની અગત્ય છે. ભાવિ સંતતિના હૃદયમાં “જેનત્વનાં બીજ રોપવાનું આ ઉમદા સાધન છે. એથી જેન ધર્મની પ્રભાવના વિસ્તરે છે. શ્રી ગેડીજી મહારાજના ટ્રસ્ટીઓએ, જીર્ણોદ્ધાર માફક સાહિત્ય પ્રકાશન અંગે જે પેજના કરી છે એ પ્રશંસનીય છે. અંતમાં આ પુસ્તક એક વાર સાવંત વાંચી જવા પ્રત્યેક જેનને આગ્રહભરી વિનંતિ છે. આ શાંતિ.
ભાદ્રપદ શુકલ પૂર્ણિમા | સં. ૨૦૦૯
મુંબઇ,
મેહનલાલ દીપચંદ શેકસી