________________
૧૪
"
મેાતીશા શેઠ ભલે દેહરૂપે નજર સામે નથી દેખાતા છતાં આવી અદ્ભુત કૃતિના સકરૂપે તા અમર છે. ચક્ષુ દેખે છે અને કંઠે ગાય છે– કીર્તિકેરા કોટડાં, પાડ્યા નહિ રે પડત’ અગમદ્ધિ વિષ્ણુ' એ બિરુદ આપણા વાર્તાનાયક જેવા પ્રજ્ઞાસંપન્ન ને વાણિજ્યવિશારદ ગૃહસ્થાના કાર્યન આભારી છે. પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુ...જય પરની ટુક બાંધાવનાર એ શેઠશ્રી, પ્રતિષ્ઠા કરવા જીવંત નથી રહી શકથા, છતાં તેઓશ્રીના અંતરમાં એ કાર્ય જાતે પાર પાડવાના કેવેશ ઉલ્લાસ ઉભરાતા હતા એ તેમની કાર્યવાહીમાંથી દૃષ્ટિગોચર થાય છે.
પુસ્તકના પ્રાંતભાગે જે પરિશિષ્ટો આપેલાં છે એ ઉપરથી તેઓશ્રીની સખાવતાના ખ્યાલ આવે છે. મુંબઈ પાંજરાપાળના આદ્ય સ્થાપક છતાં એના વહીવટ અંગે જે તંત્ર ઊભું કર્યુ એમાં દીર્ઘ દૃષ્ટિનુ સ્પષ્ટ દર્શન થાય છે. વસીઅતનામું કરવામાં જે ચાકસાઈભરી પદ્ધતિ અખ્તીઆર કરી છે, એ સર્વ જોતાં તેઓશ્રીની બુદ્ધિમત્તા તેમજ ધર્મભાવના અંગે બહુમાન પેદા થયા સિવાય રહેતું નથી. પ્રાંતભાગે પન્યાસ શ્રી વીરવિજયજીરચિત ઢાળા જોડી, પુસ્તકની ઉપયાગિતામાં વધારા કરવામાં આવ્યા છે અને જે ચિત્રા મૂકથા છે એ પણ આજના યુગને ગતકાલીન ગૌરવની યાદ આપે તેવાં છે.
અંતમાં શ્રી વિજયદેવસુર સંઘના ટ્રસ્ટી શ્રીચુત ભાયચંદ નગીનભાઇ ઝવેરીની પ્રેરણાથી, જ્ઞાનસમિતિએ આ પ્રકાશન કર્યુ છે, એ દેશકાળની નજરે ધન્યવાદને પાત્ર છે. જૈનસમા આવા ભુલાઈ જતા બહુમૂલા ઇતિહાસને કાળના કાળિયા ’
6