________________
૧૩૨
નામાંક્તિ નાગરિક
ટેકરી હતી, તેના પર સવા સમજીની મોટી ટુંક હતી. ભવ્ય દેરાસર, રાયણપગલાં અને ભમતી હતા અને બાજુમાં છીપાવસતિ હતી. અહીં એ ટેકરી પૂરી થતી હતી. તે વખતે પ્રેમચંદ મેદીની, હેમાભાઈની, સાકરચંદશેઠની, નંદીશ્વરદ્વીપની કે બાલાભાઈની ટુંકે નહોતી એ વાત ધ્યાનમાં રહે. આ ટેકરી પર ત્રણ ટુંક હતી એમ જણાય છે. મુખજી, છીપાવસહિ અને ખરતરવસહી.
એ ટેકરી પશ્ચિમ બાજુ છે, એની સામે બીજી ઊંચી ટેકરી હતી જેના ઉપર આદીશ્વર ભગવાનની મેટી ટુંક હતી. એમાં મુખ્ય ભવ્ય દેરાસર અને ભમતી વિગેરે હતા. બહારના ભાગમાં કુમારપાળનું દેરાસર, ચોરીનું દેરાસર, ગોમુખ યક્ષ, ચહેશ્વરી દેવી વિગેરે સર્વ હતું. પ્રવેશ કરતાં પ્રથમ આવે છે તે શાંતિનાથનું દેરાસર ત્યારપછી બંધાયું હોય એમ જણાય છે. કેશવજી નાયકની ટુંક તે વખતે નહતી એ તે સ્પષ્ટ વાત છે. આ બન્ને ટેકરી વચ્ચે મટી ગાળી હતી અને ગાળીને તળીએ મોટું તળાવ હતું. રામપળથી દાખલ થવાના રસ્તાથી શરૂ કરી બને બાજુના ધાબા અને આખી મોતીશા શેઠની ટુંકની જગ્યામાં ઠેઠ સગાળપોળ સુધી અને આ બાજુ ઘેટીની માગને રસ્ત અને ભીમના પગથી આ સુધી તે વખતે ઊંડી ખીણ હતી અને તેની નીચે તળાવ હતું. દરેક સ્થાન પર બે ડુંગરે વચ્ચે ખીણ હોય છે તે ધ્યાન રાખીને જેવાથી જણાય છે. આ ખીણને કંતાસરને ખાડે અથવા તળાવનું નામ આપવામાં આવ્યું હતું. તે એટલે ઊંડે હતું કે ચાલતા રસ્તા પરથી જે