________________
શેઠ મોતીશાહ
૧૩૧
૧૦ના રોજ રામજી સૂત્રધારને વહાણમાં ભાવનગર મોકલ્યા. તેની સાથે વાલા પારેખ, શેઠ વધુશા, શેઠ શીખવદાસ અને મેદીને મેકલ્યા અને ધોલેરેથી મુનીમ વીરચંદને પણ પાલીતાણે જવા લખી દીધું. શેઠને હુકમ ભવ્ય દેરાસર કરવાનું હતું અને તે માટે જગ્યા નકકી કરી, તેના નકશા(પ્લાન) કરી કાર્તિક વદમાં મુંબઈ જવાને શેઠને હુકમ હતે. શેઠ પોતે માગશર સુદમાં પાલીતાણે આવી ખાતમુહૂર્ત કરવાના વિચારમાં હતા. મતલબ આ સર્વ જલ્દી આટોપવાનો–શરૂ કરી દેવાને શેઠને વિચાર હતો. સૂત્રધાર રામજી ઉપરોક્ત ચાર ગૃહસ્થ સાથે સં. ૧૮૮૫ના આસો વદ ૧૦મે મુંબઈથી પાછા વહાણે ચઢયા. દિવાળી દરિયામાં થઈ. નવમે દિવસે ભાવનગર પહોંચ્યા. આ રીતે સંકલ્પબળનો અમલ કરવાની શરૂઆત થઈ. એ આખી વાત સૂત્રધાર રામજીના પાલીતાણેથી તેના પુત્ર નેમજી પર મહુવે લખેલા પત્ર (સં. ૧૮૮૬ ના કાર્તિક વદ ૭ મંગળની તિથિના)થી જણાય છે. સદર પત્ર પરથી આ વાતની શેઠને ઘણી તાકીદ હતી એમ પણ જણાય છે. એ ઉપગી પત્રને જરૂરી ભાગ પરિશિષ્ટમાં આપ્યો છે.
સ્થાનવિચારણું–નિર્ણય–પાલીતાણા-સિદ્ધાચલ પરમહુવાન મહાવીર સ્વામીના દેરાસરના નમૂના પ્રમાણે ભવ્ય ટુંક બંધાવી, પાંચ દેરાસર કરવા અને ચારે બાજુ ભમતી કરવી એટલે નિરધાર થયે, પણ કઈ જગ્યાએ ટુંક બાંધવી એનો નિર્ણય થયે નહિ. તે વખતની શત્રુંજયની બને ટેકરીની સ્થિતિને ખ્યાલ કરવા જેવું છે. મુખજીની ટુંકની એક