________________
૧૩૦
નામાંકિત નાગરિક (સં. ૧૮૮૫) ને રેજ સિદ્ધાચલ પર દેરાસર બાંધવાનું ખાતમુહૂર્ત કરવાનું હતું. એ પત્ર પ્રમાણે મોતીશાહ શેઠને વિચાર છીપાવસહિ અને અદ્દભુતજીની વચ્ચેની જગ્યા જ્યાં હાલ નંદીશ્વરદ્વીપની ટુંક છે ત્યાં દેરાસર કરવાનું હતું. એ પત્રના લખાણ પ્રમાણે શેઠશ્રીને પાંચ દેરાસર એક સાથે કરવાના હતા, તેમાં એક તેઓનું પિતાનું અને ચાર દેરાસર ચાર ચોવટીઆનાં એમ તે પત્રમાં જણાવે છે. ચોવટીઆ એટલે વ્યવહારકુશળ આગેવાન પુરુષે એવો અર્થ લાગે છે. ચોવટીઆને અર્થ પંચાતીઆ કે દેઢડાહ્યા એવું લાગતું નથી. એ ચારે પુરુષોનાં નામ સદર પત્રમાં આપ્યા નથી, પણ તેઓ શેઠની ટુંકમાં દેરા બંધાવનારમાંનાં ચાર હશે એમ અનુમાન થાય છે. ગમે તે કારણે આ વિચાર બંધ રહ્યો જણાય છે.
ટુક બાંધવાનો નિર્ણય–ગમે તે રીતે શેઠે સંકલ્પ તે વાતને બાજુ પર રાખીએ, પણ એક વાત ચોક્કસ જણાય છે કેભાયખલાના મંદિરની પ્રતિષ્ઠા દરમ્યાન શેઠ મોતીશાહે સિદ્ધગિરિ પર પાંચ મંદિર અને ભમતીવાળું ચૈત્ય કરાવવાનો નિશ્ચય કર્યો અને તે જ વર્ષની આખરે જ્યારે વહાણે ચાલતા થયા કે તુરત જ સૂત્રધાર રામજીને મુંબઈ તેડાવ્યા. તે સં. ૧૮૮૫ના આસો વદ ૯ બુધવારે મુંબઈ આવ્યા. શેઠે બુધવારની તે જ રાત્રે રામજી સલાટ પાસે પોતાને નિર્ણય વ્યક્ત કર્યો. પાંચમંદિરવાળું સુંદર દેરાસર ભમતી સાથે બાંધવાની વાત કરી અને તે માટે જગ્યાની તપાસ કરવા તેને હુકમ કર્યો. શેઠને મંદિર બંધાવવાની તમને એટલી બધી લાગી હતી કે બીજે જ દિવસે આસો વદ