________________
શેઠ મોતીશાહ
૧૩૩
ખાડાની અંદરના માણસને જોવામાં આવે તે ઉઘાડી આંખે તે એક વેંતના દેખાય. આ પ્રમાણે નોંધાયેલી હકીકત છે તેથી અનુમાન થાય છે કે–એ ખાડે લગભગ ૨૦૦ ફીટ ઊંડે હશે. આ અનુમાન ઉપજાવી કાઢેલું છે, પણ ખાડે ઘણે ઊંડે હતે એ વાત તે ચોક્કસ જણાય છે. આદીશ્વર ભગવાનના મંદિરવાળી ટેકરી પર સીધા આવવું હોય તો માત્ર નાનો કેડીને રસ્તે હવે અને ત્યાંથી આવવાની એ કેડી એટલી નાની હતી કે તેના પર માત્ર બે માણસ સાથે અથવા સામસામે પસાર થઈ જાય. તેની બાજુમાં કુંતાસરની ગાળી હતી અને તે ઘણું ઊંડી હોઈને ચાલનારને સંભાળીને ચાલવું પડતું હતું. અત્યારે મુખ્ય રામપળ દ્વારે પ્રવેશ કર્યા પછી જ્યાં ઉતારા છે ત્યાં છેડા પરથી એ કેડી પસાર થતી હતી. બાકી ઘણાખરા યાત્રાળુઓ હનુમાન ધારથી ચેમુખજી થઈ, અત્યારે જ્યાં બાલાભાઈ શેઠની ટુંક છે અને જે જગ્યાને તે વખતે પાંચ હાટડીના નામથી ઓળખવામાં આવતી હતી ત્યાં અદ્દભુતજીના રસ્તા મારફત આવી સીધા હાથીપળે જતા હતા. હનુમાનધાર પછીને આ આખે માર્ગ બન્ને રસ્તે ઘણે વિકટ હતા.
આ પ્રમાણે સ્થાનની પરિસ્થિતિ હતી. સં. ૧૮૮૬ ના કાર્તિક સુદ ૫ ને રોજ સૂત્રધાર રામજી મુંબઈથી ભાવનગર પહોંચ્યા. તેની સાથે ઉપર જણાવેલા ચાર ગૃહસ્થ (વાલા પારેખ વગેરે) હતા. તેઓને શેઠે કેટલાં મંદિર બાંધવાં, કેવાં બાંધવાં વગેરે વાત ઈચ્છારૂપે જણાવી હતી, પણ સ્થાનને નિર્ણય અને નકશા 'કર્યા નહતા અને નિર્ણય તાકીદે કર