________________
શેઠ મેાતીશાહ
૧૨૭
મનુષ્યની હતી. આવા માટા દેશમાં તારાચંદે ઝુકાવ્યુ, ભાષાના અભ્યાસ કર્યાં, નીતિપૂર્વક વેપાર કર્યાં અને બૌદ્ધ ધર્મનું રહસ્ય સમજવા માટે પેઢી શાંગહાઈમાં રાખી પોતે કુંતાન શહેરમાં રહ્યા અને ચીનના લેાકેામાં ભળવા માટે પેાતાના વેશ પણ પલટાવી નાખ્યા. એનું નીતિમય અભ્યાસી જીવન અને નિયમિત ટેવથી એ ચીનના ધર્મગુરુઓમાં પણ ખૂબ લોકપ્રિય થઈ ગયા. ચીનની ભાષા ખૂબ ખેડાયેલી છે, પણ એમાં પ્રત્યેક શબ્દ માટે નૂતન આકૃતિ હોઇ તેના પર પ્રભુત્વ મેળવવામાં ઘણી મહેનત પડે છે, પણ તારાચંદભાઇએ એને ખૂબ અભ્યાસ કર્યો; એમણે ચીનાઇ ધર્મગુરુએ સાથે રહી બૌદ્ધ ધર્મનું રહસ્ય જાણ્યું, પણ પેાતાની જૈન ધર્મોની શ્રદ્ધા કાયમ રાખી. મનના અને ઇંદ્રિયના સયમ અંગે બન્ને ધર્મોમાં ખૂબ આગ્રહ છે અને યજ્ઞહિંસા કે વિધિવાદના આગ્રહ નથી, વર્ણ ભેદ નથી—એ રહસ્ય એણે જાણ્યે' અને એમણે માટા બૌદ્ધ ધર્માચાર્યાં સાથે ધર્માંની ચર્ચાએ પણ ખૂબ કરી. એને આ કાર્ટીમાં ખૂબ મજા આવી. ત્રણેક વર્ષ પછી એને કુટુંબ કારણે મુંબઈ આવવુ" પડ્યું. ત્યાં એક વર્ષ રહ્યા. એની ધન-સ ંપત્તિ બહુ મેાટી નહેાતી, પણ સામાન્ય રીતે ઠીક ગણાય.
તા. ૧૭ જુલાઈ ૧૮૧૪ (સ'. ૧૮૭૦)માં તેઓ બીજી વાર ચીન ઉપડ્યા. અને ૨૧-૧૨-૧૮૨૨ સુધી લગભગ આઠ વ ચીન રહ્યા. એમણે મુખ્ય ધર્મ ગુરુની ભારે પ્રીતિ સંપાદન કરી, તેમની પાસે મહાવીરના તāાની વારવાર વાત કરી અને મહા