________________
૧૨૮
નામાંકિત નાગરિક વીરને બુદ્ધ ભગવાનની સાથે મહાન વિભૂતિ તરીકે સ્વીકારાવ્યા. બૌદ્ધગુરુઓ અજાણ્યાને ધર્મ પુસ્તકો બતાવતા નથી તેમાં તારાચંદભાઈને અપવાદ હતે. એણે અનેક ગ્રંથે જેયા અને નવમી સદીમાં જૈન સાહિત્ય ચીન ગયું હતું તે પણ તપાસ્યું અને છેવટે મેટા મહંત પાસે માગણી કરી બૌદ્ધ સંઘ પાસે મહાવીરની ધાતુની પ્રતિમા હેનાનના મોટા મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભારે ખર્ચ સાથે ઠાઠમાઠથી પધરાવી અને અત્યારે પણ એ પ્રતિમા ત્યાં વિદ્યમાન છે એમ સાંભળ્યું છે.
સને ૧૮૨૨ (સં. ૧૮૭૮) માં તે હિંદ પાછા ફર્યા, બાકીને સમય હિંદમાં ધર્મક્રિયામાં આનંદથી ગાળે અને દેશમાં રહી વાનપ્રસ્થ જીવન ગુજાર્યું. સં. ૧૮૮૭ માં ૭૪ વર્ષની વયે અવસાન પામ્યા. અતિ સાહસિક, ભારે ધર્મપ્રેમી અને ચીનની પ્રથમ મુસાફરી કરનાર અને ત્યાં બીજી વખત પણ જઈ આવનાર આ ગૃહસ્થ “ચીનાઈ ની શાખથી ઓળખાયા. તેમના કે તેમના પરિવાર સંબંધી આટલી જ હકીકત પ્રાપ્ત થઈ શકે છે, પણ જેટલું વૃત્તાંત મળ્યું તેટલું તેમના સાહસ અને ધર્મ પ્રેમને અંગે ભારે માન ઉત્પન્ન કરે છે.