________________
૧૨૬
નામાંકિત નાગરિક
મળી છે તેટલા ઉપરથી તેમનું નામ ચિરસ્મરણમાં રહી જાય તેવી વાત હાઈ સંક્ષેપથી તેમનું ઉપલબ્ધ ચરિત્ર વિચારી જઇએ.
તેઓ કાઠિયાવાડના જૈન ગૃહસ્થ હતા. એમનું સ્થાન ચાક્કસ જણાતું નથી, પણ પ્રાપ્ત થયેલી હકીકત પરથી એ માંગરોળ કે વેરાવળના અસલ રહેવાસી હાવા સભવે છે. એ વ્યાપારી હોવા છતાં એને અભ્યાસના ભારે શાખ હતા અને બહુશ્રુત હાઇ એને નવું જોવા-જાણવાની ખૂખ જિજ્ઞાસા હતી. એણે ચીનની વાતા ઘણી સાંભળી હતી, એની સંસ્કૃતિ ઘણી પ્રાચીન હતી એ એના જાણવામાં આવ્યું હતું અને જૈનધમ અને બૌદ્ધ ધર્મમાં ઘણુ' સામ્ય હતું એમ તેણે શ્રવણુ કર્યું. હતું. એટલે એ સના અભ્યાસ કરવા અને વ્યાપાર કરવા એણે ચીન જવા ઇચ્છા કરી. બે વર્ષની સમજાવટ પછી ઘણી મુસીખતે એણે ઘરના માણસાની રજા મેળવી. એ મુંબઇથી કલકત્તે જવા માટે તા. ૧૨ જુન ૧૮૧૦ (સ. ૧૮૬૬)ના રાજ નીકળ્યા. કલકત્તેથી અંગ્રેજી વહાણુ મળ્યું. સાથે એક તેમના જેવા સાહસિક ઘાટી નાકર હતા અને એક બીજી નેાંધ પ્રમાણે એમની સાથે રસાઇઆ અને ખીજમતદારો પણ હતા. ચીન ગયા ત્યારે એમને ચીની ભાષા બોલતાં કે લખતાં આવડતી નહાતી. રસ્તે દરિયાનું મોટું તોફાન પણ તેમને નડયું હતું. પદર દિવસે એ શાંગહાઈ પહોંચ્યા. શાંગહાઈમાં તે વખતે દશ લાખ માણુસની વસતી હતી અને ચીનના વિસ્તાર મ’ચુરીયા, મંગોલીઆ, કારીઆ,ટિબેટ, ઇંડાચાઈના અને ચીનાઈ તુર્કસ્તાત સુધી હતા અને વસતી ચાલીસથી પિસ્તાલીસ કરોડ