________________
શેઠ મોતીશાહ
૧૨૫ પગલું ગણાય. “ભણનારી તે રાંડે–એ તે યુગમાં પ્રચલિત વિચાર હતા. તેમની આ સખાવતને અંગે સરકારે તેમને રાવબહાદુર' નો ઈલ્કાબ આપે. કેળવણીની આ જાહેર મોટી સખાવત તે યુગમાં પ્રથમ હતી એટલે આ બાબતને ખાસ મહત્ત્વ અપાયું અને આજે તે વાતને વિચારતાં તેમાં રહેલ તાત્પર્ય બરાબર બંધ બેસે છે એમ લાગ્યા વગર નહિ રહે.
પણ તેમનું આયુષ્ય લાંબું ટક્યું નહિ. સં. ૧૯૨૦ ના અસાડ શુદ ૯ને રોજ તેઓ દેવગત થયા. સંતતિ તેમને થઈ નહોતી, મરણ સમય પહેલાં તેમણે પોતાના ભાઈ મેતીલાલની દીકરીના દીકરા સારાભાઈને દત્તક લીધા અને તેમણે મગનભાઈ કરમચંદનું નામ ઘણું વર્ષ સુધી ચલાવ્યું અને તેની આબરૂમાં વધારો કર્યો.
નાની બાબતમાં અથવા નાના પાયા પર સુધારાના અગ્રગામી થવું એ માનસિક નિર્ણય અને હિંમત બતાવે છે. મગનભાઈ શેઠે તે યુગના પ્રમાણમાં સારી દીર્ધ દષ્ટિ વાપરી અને પિતે આગળ પડતી કેળવણી લીધી તેને લાભ જનતાને આપવા માટે ગ્ય પ્રયાસ કર્યો. તેમની ધર્મશ્રદ્ધા અને સન્મુખતા અનુપમ અને આદરણીય હોઈ તેઓ અમદાવાદની જનતામાં પોતાનું નામ અમર કરી ગયા છે. (૯) તારાચંદ મેતીચંદ ચીનાઈ.
તેઓ અતિ સાહસિક, અતિ ધર્મશ્રદ્ધાળુ અને અભ્યાસી જેન વ્યાપારી જેઓ ચીન જનાર પ્રથમ હિંદુ હતા. તેમના સંબંધમાં ઘણી ઓછી હકીકત સાંપડે છે, પણ જેટલી વાત