SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ નામાંતિ નાગરિક ધીમે ધીમે મગનભાઈ શેઠે આખે વહીવટ પોતાના હાથમાં કરી લીધું અને ત્યારબાદ ધંધામાં સારી ખીલવણી કરી. એમના નાના ભાઈ મોતીલાલ પણ ભારે હશિયાર હતા, પરંતુ તે સં. ૧૦૭ માં નાની વયમાં ગુજરી ગયા એટલે વહીવટની કુલ જવાબદારી મગનભાઈ શેઠને માથે આવી પડી. શરૂઆતથી જ વેપાર-ધંધામાં ખૂબ વધારે મગનભાઈએ કર્યો. સં. ૧૮૯ માં હેમાભાઈ શેઠ અને હઠીભાઈ શેઠના ભાગમાં પંચતીર્થીની યાત્રાને એક લાખ માણસને મોટો સંઘ કાઢ્યો અને કેટલાક મુકામ ગયા પછી રોગના ઉપદ્રવથી સંઘ બંધ રાખવો પડે. પણ આવા જાહેરજલાલીવાળા સંઘને કાઢવાના વિચાર અને વ્યવસ્થા કરવાના સંકલ્પ અને નિર્ણય પણ ભારે માન પેદા કરે તેવા છે. શેઠ મગનભાઈ મુંબઈ આવ્યા, રહ્યા, સર જમશેદજી સાથેનો સંબંધ ખૂબ વધાર્યો. એમને જેમ દેલત એકઠી કરતાં આવડી તેમજ તેને ઉપગ કરવાનું પણ સાથે જ આવડયું. એમને કન્યા શિક્ષણને ભારે શેખ હતે. એ યુગમાં કન્યાકેળવણી આપવી એ ભારે મુશ્કેલીની વાત હતી. મગનભાઈ શેઠે તે તે માટે રૂા. ૨૦૦૦૦ વીશ હજારની રકમ કાઢી અને સં. ૧૯૦૭ માં અમદાવાદમાં કન્યાઓ માટે એક પાઠશાળા સ્થાપી અને એના ટ્રસ્ટી તરીકે યુરોપિયનને પણ સાથે નીમ્યા અને રૂપીઆ ચૌદ હજારની સરકારી પાંચ ટકાની લોન તેમને હસ્તગત કરી. એમણે તે માટે રાયપુર ખાતે એક સારી ઈમારત બાંધી. જે યુગની આ વાત છે તે વખતને માટે આ અતિ મહત્તવનું
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy