________________
શેઠ મોતીશાહે
૧૨૩
અને પ્રેમચંદ દામોદરદાસના પૌત્ર શેઠ મગનભાઈનો જન્મ સં. ૧૮૭૯માં થયું હતું. એમના પિતા કરમચંદ “કમાશા'ના નામથી જાહેર થયેલા હતા. તેમનો વેપાર ઘણે બહાળો હિતે અને મુંબઈમાં તેમણે ત્યાર પછીના જ વર્ષ (સં. ૧૮૮૦) માં પોતાના નામથી વહીવટ કરી સારી નામના મેળવી હતી. તેમને પ્રથમ સર જમશેદજી જીજીભાઈ સાથે બહુ સારો સંબંધ હતો અને શેઠનું વેપાર સંબંધી દેશાવરનું કામકાજ આ કમાશાની પેઢીએ જ થતું હતું.
સં. ૧૮૯૦ શ્રાવણ સુદ ૪ (શનિ) ને રોજ કમાશા ગુજરી ગયા ત્યારે મગનભાઈનું વય માત્ર ૧૧ વર્ષનું હતું. વહીવટ તેમના મુનીમ રણછોડ પારેખ કરતા હતા. આગળ જતાં એ જ મુનીમે વહીવટમાં ગોટાળો કર્યો ત્યારે બેરોનેટ સર જમશેદજી સાથે વ્યાપાર–સંબંધ ઘટી ગયે છતાં મગનભાઈ સાથે એમણે મિત્રાચારીને સંબંધ તે ઠેઠ સુધી ચાલુ રાખે. કરમચંદ શા તે મુંબઈ આવ્યા હોય એમ લાગતું નથી, છતાં તેમનું જીવન પોપકારી હતું અને નીતિ માટે સર્વત્ર છાપ પાડી શક્યા હતા તેથી મુંબઈમાં પણ તેમના નામની પ્રસિદ્ધિ સારી થઈ હતી. | મગનભાઈ ખૂબ ચંચળ હતા. વ્યાપારને ઉપયોગી થાય તેટલી સર્વ તૈયારી તેમણે કરી હતી. કેળવણું વ્યાપાર ઉપયેગી જ લીધી હતી, પણ તેમણે પ્રથમથી અંગ્રેજીને પણ ઠીક અભ્યાસ કર્યો હતો અને તેમને વાંચનને શેખ ઘણે સારો હતે. વહીવટ પ્રથમ તે ગુમાસ્તાઓએ ચલાવ્યું, પણ