________________
૧૨૨
શેઠ મોતીશાહ
સં. ૧૯૧૭ માં થયું. નરશી નાથાની દીકરી એક કચ્છમાંથી મુંબઈ ધકેલી દીધેલ રખડુના દીકરાને મળે એ અજબ પલટો ગણાય એવી તે કાળની પ્રચલિત માન્યતા હતી. વેલાશા વ્યવહાર અને ધર્મમાં સારું સ્થાન પ્રાપ્ત કરી નાતજાતમાં આગેવાન થયા હતા અને તદ્દન અભણ તે નહિ, પણ નામને અભ્યાસ કરેલ માણસ પોતાના પરાક્રમ અને ચીવટથી કેટલો આગળ વધી શકે છે તેનું દષ્ટાંત બતાવી રહ્યા હતા.
પ૬ વર્ષની વયે એમને સારણ ગાંઠનો વ્યાધિ ઉપડે. ઘણી મહેનત કરવામાં આવી. ગ્રાંટમેડિકલના સર્જન બાલીંગલે ડે. ભાઉ દાજ છે સાથે રાખી શસ્ત્રક્રિયા કરી, પણ ગાંઠ પાછી ચઢી નહિ. મેટી દોલત, આબરૂ અને ઘણું મટે વ્યાપાર મૂકી વેલજી શેઠ દેવગત થયા. તેમના પુત્ર ત્રીકમજીએ વહીવટ વધાર્યો, એમણે આર. કીંગ ગેલનની માટી પેઢી સાથે ભાગીદારી પણ કરી, પણ રૂના સટ્ટામાં ફસાઈ ગયા અને અંતે ઘન તથા આબરૂ ઈ બેઠા.
વેલજીભાઈ કચ્છીને ઇતિહાસ ઘણી રીતે વિચારવા લાયક છે. સાહસ અને ઉદ્યોગ શું કરી શકે છે એનું એ જીવતું દષ્ટાંત છે અને મોટી સફર કરનાર મહાનું વ્યાપારી ધર્મશ્રદ્ધાવાળા હોય ત્યારે તેને ઝોક અંતે કઈ દિશામાં રહે છે તેને એ દાખલો પૂરો પાડે છે. કરછી ભાઈઓ આજે પણ આ વેલા માલુને ખૂબ રસપૂર્વક યાદ કરે છે. (૮) રાવબહાદુર મગનભાઈ કરમચંદ.
અમદાવાદના દશાશ્રીમાલી જેન કરમચંદ પ્રેમચંદના પુત્ર