________________
૧૧૮
નામાંકિત નાગરિક
શેઠને જાણ પણ ન કરી. આ વાત જાહેર થતાં મેતીશાહ શેઠના મન પર તેની ઘણી સારી અસર થઈ અને બન્ને વચ્ચે સ્નેહસંબંધમાં ખૂબ વધારે થયે. મોતીશાહ શેઠે રતલામ અને પાલીની અફીણની ખરીદીની આડત હઠીભાઈ શેઠને આપી. મે'કમભાઈએ મોતીશાહ શેઠને જાણ કરી પોતાની ખરીદી પણ ચાલુ રાખી અને તે માલ પણ મે'કમભાઈ મોતીશાહને ત્યાં આડતમાં વેચવા માટે મુંબઈ મેલવા લાગ્યા. આમાં બન્ને શેઠીઆઓને ખૂબ આવક થઈ અને મોકમભાઈની હયાતીમાં જ તે રકમ ત્રણથી ચાર લાખની થવા લાગી. આ વખતે ચીનમાં હિંદુસ્તાનથી વશ કરોડ રૂપિયાનું અફીણ દરવર્ષે ચઢતું હતું અને આખરે બન્નેના ભાગમાં અફીણ ચીન મેકલવા માંડયું, તેમાં અઢળક નફે થવા માંડ્યો. આટલા વખતમાં હઠીસિંગભાઈ ધંધામાં બરાબર દાખલ થઈ ગયા હતા. મો’કમભાઈ હવે આધેડ ઉંમરે પહોંચ્યા હતા. હઠીભાઈમાં અનેક ગુણો એની દેખરેખ નીચે જામતા રહ્યા હતા. એનામાં ઉદારતા, નીતિ અને પરોપકાર ખાસ વધતા જતા હતા અને ધર્મશ્રદ્ધા ખૂબ જામતી હતી. આવી પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવી સં. ૧૮૮૦ લગભગમાં મે'કમભાઈ ચાલતા થયા, પણ વાલી કેવા હોય અને તેણે વહીવટ કે ચલાવવો જોઈએ અને રક્ષકે સગીરને કે તૈયાર કરવા જોઈએ તેને દાખલો મૂકતા ગયા. એમણે હઠીસિંગ કેશરીસિંગની પેઢીને ખૂબ બહલાવી, એ ભારે ફોલીક્લી અને નાની વયમાં હઠીભાઈએ નામના મેળવી. (૭) વેલા માલુ
કચ્છના માંડવી શહેરમાં ગુલાબશાહ શેઠને ત્યાં માલુશા