________________
શેઠ મોતીશાહ
૧૧૯
નોકરીમાં વર્ષની ૫૦૦ કેરી મેળવતા હતા–લગભગ સવા રૂપિયા થાય. તે વખતમાં તે આવક મધ્યમસરની ઠીક ગણાય. તેને સં. ૧૮૬૫ માં વેલજી નામના પુત્રને જન્મ થયો. એ વેલે નાનપણથી ઘણો તફાની, મહેતાજીની પણ પત ન કરે. અંતે બાર વર્ષને થતાં એને એના મામા શામજી સારંગને ત્યાં મુંબઈ મોકલ્યો. મામાને ત્યાં એકાદ વર્ષ એ નામું હિસાબ શીખ્યો અને ભણવામાં ઠેઠ હતું તે દુકાનકામમાં કુશળ થતું દેખાય. મામાની ભલામણથી એના બાપે ૫૦૦૦ કેરી (રૂા. ૧૩૦૦) કલ્યા, તેમાંથી કાળાબજાર (માંડવી બંદર) માં એણે કાથાની દુકાન માંડી. આ વખતે એની વય લગભગ ચૌદ વર્ષની હતી. દુકાનમાં પ્રથમ વર્ષમાં એણે રૂા. ૧૦૦ પેદા કર્યા. એને ખૂબ જોર આવ્યું. દુકાને એક માણસ રાખે. સવારથી રાતના દશ સુધી વ્યાપારમાં જ એનું ધ્યાન હતું. એને વેપાર કાથીનો હતે. હવે વહાણ માટે જાડા દેરડા રાખવા માંડ્યા. ધીમે ધીમે કામ વધતું ચાલ્યું. સં. ૧૮૮૧ માં તેના સેળ વર્ષની વયે લગ્ન થયા. લગ્ન કરીને પાછા વળતાં માબાપને એ મુંબઈ લઈ આવ્યા. એણે વેપાર ખૂબ વધાર્યો. દુકાન સારી ચાલવા લાગી. માબાપને એણે આબુ, પાલીતાણા, ગિરનારની યાત્રા કરાવી. વય ૨૫ વર્ષની થઈ ત્યારે એની પાસે પાંચ પૈસાને જીવ થયે છે એમ ઈ ધર્મધ્યાન કરતાં માતાપિતા ગુજરી ગયા. વેલજીભાઈએ હવે દુકાન મોટી કરી. મુંબઈથી કાથા–દોરડા ખરીદીને વેચવાને બદલે મલબારથી માલ મંગાવવા માંડે. વહાણ માટેના મેટા રસાને વેપાર ચાલુ