________________
શેઠ મોતીશાહ
૧૧૫ ગુજરાતણની આબરૂ વધારી અને સ્ત્રીશક્તિ ખીલે તે કેટલી હદ સુધી પહોંચી શકે તેમ છે તેને ખ્યાલ કરાવ્યો. શેઠ મેતીશાહની સાથે એમને સંબંધ ઘણો સારો રહ્યો અને શેઠના અવસાન બાદ ખીમચંદભાઈને પણ અપનાવ્યા હતા. આ ધર્મભાવનામય સચ્ચારિત્રશાલી વ્યવહારકુશળ વનિતા“હરકેસરકાર” ના નામથી પ્રસિદ્ધ થયાં હતાં અને તેને રૂઆબ અને કાર્ય શક્તિ તાં એ નામાભિધાનને એ તદ્દન યોગ્ય નીવડ્યાં હતાં.
હરકેર શેઠાણીએ સં. ૧૯૨૦ સુધી વહીવટ ચાલુ રાખ્યો. શા કારણે બંધ કર્યો તેની વિગત મળતી નથી. એમણે સંઘયાત્રા ખૂબ કરી, ભારે નામના મેળવી, જૈન કુળને દીપાવ્યું, ગુજરાતણને અપનાવી અને કાઠિયાવાડનું નામ દીપાવ્યું. (૬) ખુશાલ નિહાલને વંશવેલો
કેશરીસિંગ અને મકમભાઈ
અમદાવાદ શહેરમાં તે વખતે શાંતિદાસ શેઠનું–નગરશેઠનું કુટુંબ–ઓશવાળ જેમાં મુખ્ય સ્થાન ભોગવતું હતું તે પ્રમાણે ખુશાલ નિહાલ (ખુશાલચંદ નિહાલચંદ)નું કુટુંબ પણ અગ્રગણ્ય સ્થાન ભેગવતું હતું. શેઠ ખુશાલ નિહાલના પાંચ પુત્રો હતા, તે પૈકી વચલા પુત્ર કેશરીસિંગ ખૂબ ખ્યાતિ પામ્યા હતા અને પોતાને રેશમ અને કરમજનો મોટો વેપાર અમદાવાદમાં કરતા હતા. આ કેશરીસિંગ શેઠના જીવનપ્રસંગોની. વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી, પણ તેઓ અતિ ધર્મિષ્ઠ અને મેટા લખપતિ ગણાતા હતા. સં. ૧૮૬૦ માં તેમને મંદવાડ વધી પડે ત્યારે તેમના પુત્ર હઠીસિંગની વય માત્ર