________________
૧૧૪
નામાંક્તિ નાગરિક કેરબાઈ ખૂબ સત્તાવાહિની અને તેજી સ્વભાવના હતા, ગમ ખાઈ ગયા અને પિતાને પિયર ગોથે ચાલ્યાં ગયાં. ઉપરથી સંબંધ ચાલુ રહ્યો, પણ મનમાં ખટાશ પડી ગઈ અને અંતર પડયું. કુશળ હરકેરબાઈ એક સાંજે પ્રેમાભાઈ શેઠને ત્યાં ગયા. ત્યાં રૂકિમણીબાઈ હતા. પોતે કરેને વહીવટ અને પુંજીની વિગત લઈ આવ્યાં હતાં. રૂક્મિણી શેઠાણીના સગાભાઈ પ્રેમાભાઈ શેઠને વચ્ચે નાખી એક રાતમાં આ વહીવટ, મિક્ત, ઉઘરાણું અને અક્યામત સર્વની વહેંચણી કરી નાખી. હરકેરબાઈની કુશળતા અને આખા વહીવટને હાથગણતરીએ રાખવાની કળાથી શેઠ પ્રેમાભાઈને પણ નવાઈ લાગી. વકીલની નોટીસ કે મદદ વગર આ માટે વહીવટ એ સ્ત્રીઓ વચ્ચે એક રાતમાં વહેંચાઈ જાય એ વાત ઘણી મેટી કહેવાય, અને તેની પાછળ હરકેરબાઈની કુશળ કાર્યદક્ષતા સ્પષ્ટ જણાતી હતી. આ હકીક્ત સં. ૧૦૮ માં બની. | હરકેર શેઠાણીએ વહીવટ પોતાના હાથમાં લીધે. દત્તક લીધેલા શેઠના ભત્રીજા મગનભાઈ સાથે ન બનવાથી શેઠની બહેનના પુત્ર ઉમાભાઈને ખેાળે લીધા. હરકેરબાઈએ અનેક સંઘો કાઢ્યા, સમેતશિખરને સંઘ પણ કાઢ્યો, અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. સરકારે એમને અનેક નામદાર સખાવતે બહાદુરને ઈલ્કાબ આપે. એ યુગમાં બીલકુલ કેળવણી વગર આ માટે વહીવટ ઉપાડનાર અને દીર્ધદષ્ટિથી મેટે વેપાર ખેડનાર અને અનેક શાખા પ્રશાખા પર વિગતથી દયાન આપનાર આવી સ્ત્રી જોવા-જાણવામાં આવી નથી. એણે સ્ત્રીવર્ગનું સ્થાન દીપાવ્યું,