________________
શેઠ મોતીશાહ
૧૧૩
ચાલાકી બતાવી અને નાનામાં નાની બાબત પણ એની નજર બહાર ન હોય એ રીતે એમણે વહીવટ ચલાવ્યું.
પ્રથમ તે એણે દીલ્લી દરવાજા બહાર વાડીનું દેરાસર પૂરું કરવાનું કામ ઘણું જેસથી આગળ ધપાવ્યું. તે માટે દેશદેશાવરથી કારીગરે બોલાવ્યા અને આઠ લાખ રૂપિયાને ખર્ચ કરી શત્રુંજયની ટુંકને મળતું બાવન જિનાલયનું દેરાસર દીલ્લી દરવાજા બહાર અમદાવાદ શહેરમાં બંધાવ્યું. એની પ્રત્યેક ઝીણવટ પર જાતે દેખરેખ રાખી, પોતાને સ્થાપત્ય અને શિલ્પનું ઊંડું જ્ઞાન હોય એમ દાખવ્યું અને એક નમૂનેદાર ભવ્ય દેરાસર ખડું કર્યું. એની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩ મહા શુદ ૫ ના રોજ કરી. તે વખતે લગભગ એક લાખ માણસ પરદેશથી આવ્યું. તેની સર્વ સગવડ હરકેર શેઠાણની જાતિ–દેખરેખ નીચે કરવામાં આવી. પોતે ઉતારાની, ખાવાની અને પૂજનક્રિયાની સર્વ વાત પર ખાસ ધ્યાન આપતાં હતાં. અને એમની વ્યવસ્થાશક્તિથી જનતા આશ્ચર્યમુગ્ધ થતી હતી. આ પ્રતિષ્ઠા મહાત્સવમાં રૂપીઆ પાંચ લાખનો ખર્ચ કર્યો. હરકેરબાઈને અને રુકિમણીબાઈને કેટલાક વર્ષ સુધી ઠીક બનાવ રહ્યો, પણ કેઈ હિતેચ્છÀષીએ રૂક્મિણ શેઠાણીના કાન ભંભેરવા માંડ્યા. વહીવટ અને સત્તા હરકેર શેઠાણીના હતા, અને તે માટી બહેનને પૂછ્યા વગર કાંઈ કરતી નહિ. એકાદ વખત કેઈ ટીપમાં રકમ હરકેર શેઠાણીએ ભરી આપી, તે વખતે રૂશિમણ શેઠાણીએ પૂછવું રહી ગયું હશે. તેનું મેણું તેણે માર્યું. હર