________________
૧૧૨
નામાંકિત નાગરિક એને માટે તે લગભગ અકથ્ય છે. અમદાવાદના શેઠ હઠીસંગ કેશરીસિંગની એ ત્રીજી પત્ની થાય. એને જન્મ ગોઘા શહેરના એક સામાન્ય સ્થિતિના ઓશવાળને ઘેર થયેલ હતું. એ યુગમાં કન્યા કેળવણી જેવું કાંઈ નહોતું. કન્યા ભણે તે રાંડે અને એટલા માટે એના પતિના હિતની નજરે સ્ત્રીએ ભણવું એ વાત અનુચિત ગણાતી હતી, પણ હરકેર બાઈએ પંચપ્રતિકમણ, જીવવિચાર, નવતત્ત્વને સારો અભ્યાસ કર્યો હતે. એનામાં પવિનીનાં સર્વ સુચિહ્નો હતાં. ગોઘામાં એ છાણું થાપતી હતી ત્યાં નવખંડા પાર્શ્વનાથની યાત્રાએ પધારેલ હઠીભાઈ શેઠે એને જોઈ એના દેખાવથી પિતે પ્રસન્ન થયા. શેઠના પત્ની નગરશેઠની દીકરી રૂકમણી શેઠાણું તે અંધ હતા અને પરસનબાઈ છ માસ પહેલાં ગુજરી ગયા હતા, એટલે માતા સુરજબાઈના આગ્રહથી હરકેરબાઈ સાથે હઠીભાઈ શેઠનું લગ્ન થયું.
હર કેરબાઈ બહુ કુશળ નીવડી. એના આવ્યા પછી હઠીભાઈની લક્ષ્મીમાં ઘણું વધારે થયે. એ હઠીભાઈ શેઠને માલ ક્યારે ખરીદ? ક્યારે વેચ? એ બાબતની સલાહ આપવા લાગી અને ઘણીખરી સલાહ સાચી પડવા લાગી એટલે એનું સન્માન વધતું ચાલ્યું. રૂણિમણે શેઠાણી અને હરકેર શેઠાણી બહેનની જેમ વર્તતા હતા. બન્નેને જુદા જુદા પુત્ર દત્તક કરી આપ્યા હતા. અને વાડીના દેરાસરને પાયે નાખી તુરતમાં હઠીભાઈ શેઠ તે ૪૯ વર્ષની વયે સં. ૧૯૦૧ માં સ્વર્ગવાસી થઈ ગયા. એમના મરણ પછી આ વહીવટ હરકુંવર શેઠાણીના હાથમાં આવ્યા. એમણે એ ભારે કુશળતાથી ચલાવ્યું. કરેના વહીવટમાં એણે ભારે