________________
શેઠ મોતીશાહ
૧૧૧
અને ભવ્ય દેરાસર વાડીએ બંધાવવાની યોજના ચાલતી હતી અને મોટા પાયા પર અંજનશલાકાની ભાવના ચાલતી હતી ત્યાં માતા સુરજ શેઠાણી માંદા પડી ગયા. સં. ૧૯૦૧ માં બહુ પ્રયને માતાજી સાજા થયા ત્યાં હઠીભાઈ શેઠને નાક પર નાની ફોલ્લી થઈ અને ચિકાશવાળે પદાર્થ અડતાં વકરી ગઈ. સં. ૧૯૦૧ ને શ્રાવણ સુદ ૫ ને રોજ માત્ર ૪૯ વર્ષની વયે શેઠ હઠીભાઈએ દેહ છોડ્યો. તેમના અવસાનથી આખા અમદાવાદમાં હાહાકાર થઈ ગયો. તેમની વિશાળ ઉદારતાનાં ગુણગાન થયાં અને તેમની અંત્યેષ્ઠી ક્રિયામાં અસાધારણ મેટી જનમેદનીએ ભાગ લીધે. તેઓ લગભગ એક કરોડ રૂપિયાની પુંજી મૂકી ગયા, આખા જીવનમાં સતત સુખને અનુભવ કરી ગયા અને વ્યાપાર–આબરુ અને ઉદારતામાં મેટી નામના મૂકી ગયા. એમને સ્વભાવ ઘણે સારો હતે, ઓછું બોલનારા હતા અને ખૂબ લોકપ્રિય હતા. એમણે શેઠ મોતીશાહ સાથેનો સંબંધ શેઠના મરણ સુધી ચાલુ રાખ્યું હતું. એમની ઉદારતા અને વિશાળતાના અનેક દાખલા નેંધાયેલા છે તે વિચારવા ગ્ય છે.
તાજા માંદગીમાંથી ઊઠેલા માતા સુરજ શેઠાણીને પુત્રનું મરણ પ્રાણઘાતક નીવડયું અને એક માસ પછી તે પણ પુત્રની પાછળ ચાલી નીકળ્યા. (૫) હરકાર શેઠાણ.
શેઠ મોતીશાહના સમયમાં એક અતિ કુશળ, ધર્મભાવનામય અને સચ્ચારિત્રશાળી બાઈને પ્રસંગ અસાધારણ લાગે, છતાં ખાસ નોંધવા છે અને જે યુગમાં એ જીવ્યા