________________
૧૧૦
નામાંક્તિ નાગરિક ખાવાપીવામાં આનંદી, ખવરાવવામાં ખૂબ પહોળા અને આપવામાં જરાપણ સંકેચ ન રાખનાર એ મહાન શેઠીઆનું લગ્ન નગરશેઠ હેમાભાઈની પુત્રી અને શેઠ પ્રેમાભાઈની બહેન રૂષિમણ શેઠાણું સાથે થયું હતું. એમના ઉપર ખરી છાયા એમની માતા સુરજ શેઠાણીએ પાડી હતી અને માતાને હુકમ અર્થે શુકને એ ઉપાડી લેતાં. રૂક્ષ્મિણ શેઠાણી આંખના વ્યાધિથી પીડાયા અને એમની આંખે જતાં માતા સુરજ શેઠાણીના આગ્રહથી હેમાભાઈ શેઠની બીજી પુત્રી પરસનબાઈ સાથે રૂકિમણબાઈની સંમતિથી લગ્ન કર્યું. થોડા જ અરસામાં આ પરસન શેઠાણું ગુજરી જતાં ગોઘા શહેરના હરકુંવર (હરકેર) બાઈ સાથે લગ્ન કર્યું. પણ આ ત્રણમાંની એકે પત્નીથી શેઠ હઠીભાઈને પુત્રપ્રાપ્તિ ન થઈ. વ્યાપારમાં દેલત તે વધતી જ ચાલી, પણ સંતતિ–સુખ ન જ પ્રાપ્ત થયું. પણ એ વાતની તેમને ગ્લાનિ નહોતી.
માતા સુરજબાઈની દીર્ઘ દૃષ્ટિથી પ્રમાણમાં નાની વય હવા છતાં પોતાના કાકાના પુત્ર મહેકમભાઈના નાનાભાઈ દલાભાઈના બે પુત્ર હતા તેમને એમણે દત્તક લીધા. એકને રૂકિમણી શેઠાણને બળે બેસાડ્યો અને બીજાને હરકુંવરબાઈએળેલીધે તેમનાં નામ અનુક્રમે જેશીંગભાઈ અને મગનભાઈ. આ રીતે ધન ઘરમાં જ રહ્યું અને મહેકમભાઈએ પેઢી ચલાવી આપવામાં કરેલી સેવાને બદલે ઘરમાં જ રહ્યો અને આપ્તજન સુખી થયા.
અમદાવાદમાં હોસ્પિટલ બાંધવામાં રૂ. પ૦૦૦ અને લેજ સ્થાપવામાં રૂ. ૧૦,૦૦૦ આપ્યા. નાની મોટી અનેક સખાવત કરી