________________
શેઠ મોતીશાહ
૧૦૩
અસાધારણ સન્માન મળ્યું હતું. તેઓ સંવત ૧૯૧૩ના મહા સુદ ૧૧ ગુરુવારે સ્વર્ગવાસી થયા. વ્યાપાર અને ધર્મની નજરે આ એક અતિ સફળ જીવન ગણાય. (૨) શેઠ નાનજી જેકરણ ચીનાઈ.
એમને જન્મ સં. ૧૮૩૦માં થયેલ. માંગરોળના દશાશ્રીમાળી જેકરણ ખીમજીના એ પુત્ર થાય. ધમે જૈન જ્ઞાતિએ વાણીઆ, તદ્દન ગરીબુ સ્થિતિ હતી. નિશાળે માત્ર આંક શીખ્યા હતા. પિતાને નાનકડી દુકાન હતી, પણ મૂડીને અભાવે ઘરખર્ચ પણ પૂરે કરી શકતા નહિ. નાનજીને મુંબઈ જવાની તાલાવેલી લાગી. પિતાની ઈચ્છા નહોતી. તે વખતે મુંબઈ જવું એટલે કાળે પાણએ જવા જેવું હતું. અંતે તારાચંદ શેઠના “દરિયાત” વહાણમાં નાનજી ચીનાઈ મુંબઈ ગયા. વહાણુના માલમે એને મુંબઈ બંદર પર ઉતારી મૂક્યા. મુંબઈની વસ્તી ત્યારે એક લાખની હતી. નાનજીની વય તે વખતે તેર વર્ષની હતી. એ કેઈને ઓળખતા નહિ. એક સોરઠી દુકાનદારે એને આશ્રય આપે. ફેરી કરવા બે તાકા આપે, તેમાંથી બે આના પેદા કરે. હાથે રાંધી ખાતા હતા. છ માસે ચાર તાકા મળવા લાગ્યા. દુકાનદારને એના પ્રમાણિકપણાની ખાતરી થઈ. બાર મહિને ચાર આનાથી એક રૂપિયાની આવક દરરોજ થવા લાગી. એક ભંડારીના ઓટલા પર માલ રાખવાની રજા મળી. માબાપને તેડાવ્યા. એારડી માંડી. તે વખતે વણઝાર દ્વારા વેપાર ચાલતે. તેની પાસેથી એણે કાપડ, ઘી, ઘઉં ખરીદવા માંડયા. બસ ત્રણની મૂડી થઈ. એના લગ્ન તે વખતે થયા, પણ એનું ધ્યાન વેપારમાં જ