________________
૧૦૨
નામાંક્તિ નાગરિક
લોકમેદની ઉમટી પડતી હતી, એમને ત્યાં અનેક ગાડી, મ્યાના, પાલખી, ઘોડા અને સરંજામ રહેતા અને એમની દેહયષ્ટિ પણ રાજપુરુષને શોભે તેવી હતી. એમની રહેવાની હવેલી માણેક ચેકથી નાગોરી શાહ સુધી લાંબી અને રતનપોળથી પીરમદશાહના રોજા સુધી પહોળી હાઈ રાજમહેલની શોભા ધારણ કરતી હતી.
હેમાભાઈ શેઠે પિતે અનેક દાનપુણ્ય કરી જાહેજલાલીમાં વધારો કર્યો અને છતાં કુટુંબ તરફની ફરજ બરાબર અદાકરતા રહ્યા. વિશાળ કુટુંબ, સાતભાઈઓ અને વંશવારને તેમણે નવાનવા વહીવટમાં ગોઠવી દીધા અને ઘરમેળે વહેંચણી કરી આપી. કલેશનાં બીજ ઊગે એ પહેલાં નાશ કર્યો. શેઠ મેતીશાહ સાથે એમને ભાઈ જે સંબંધ હતે. શેઠને ધાર્મિક કાર્યમાં સલાહ, એની ધર્મભાવનાને પ્રેરણા અને પોષણ આપતા હતા. કુંતાસરની ગાળીના ખાત મુહૂર્ત વખતે પોતે હાજર હતા અને પ્રતિષ્ઠા વખતે પણ હાજર હતા. તેમનામાં પરોપકારીપણું અત્યંત વિશાળ હતું અને આખા જીવનમાં ઉત્તરોત્તર વિકાસ પામતા જ રહ્યા હતા અને કુટુંબની જંજાળ, કજીઆઓની પતાવટ, રાજ્ય સાથે ધીરધાર અને અનેકવિધ પ્રવૃત્તિમાં કદી કંટાળતા નહિ. તેમણે પિતાની આબરૂમાં ઘણું વધારે કર્યો, જેન ધર્મની જાહોજલાલી દીપાવી અને ધર્મ અને સંસાર, નિશ્ચય અને વ્યવહારને સુમેળ કરી બતાવ્યું. સંવત ૧૯૧૨ માં મુંબઈ પિતાની પેઢીએ આવ્યા. ત્યારે તેમને મુંબઈના વેપારીઓ તરફથી