________________
શેઠ મોતીશાહ
૧૦૧
રાજા અને ગરાસદારોને ગામે ઉપર વ્યાજે નાણા ધીરતા હતા અને લગભગ ત્રીશ જગ્યાએ શરાફીની પેઢી ચલાવતા હતા. આવા મેટા કુટુંબમાં સારો સંપ જાળવવા ભાગ્યશાળી નીવડ્યા હતા અને ધર્મશ્રદ્ધાની બાબતમાં દષ્ટાંત લેવા લાયક હતા. તેમણે લગભગ ત્રીશ વખત પાલીતાણાના સંઘ કાઢયા, અમદાવાદમાં પણ આકર્ષક જિનાલય બંધાવ્યા અને પાલીતાણે શ્રી શત્રુંજય પર “હેમાવસહી” નામની ટુંક બંધાવી. એમણે અનેક કજીઆએના નિકાલ પોતાની વહેવારુ બુદ્ધિથી કર્યા અને જનતાને ચાહ પણ સારી રીતે મેળવ્યો. મુંબઈની પાંજરાપોળ સ્થાપવાનું અને ચલાવવાનું માન શેઠ મોતીશાહે પ્રાપ્ત કર્યું તેમ અમદાવાદની પાંજરાપોળને તેઓ પ્રાણવંતી સંસ્થા બનાવી ગયા. તેમને પોતાને ગાયકવાડ તરફથી “રાચરડા ગામ બક્ષીસ મળ્યું હતું. ત્યાં તેમણે પાંજરાપોળને અનેક પ્રકારની સગવડ કરી આપી હતી અને અનેક વખતે કરેલી છૂટક મદદ ઉપરાંત તેના વહીવટ અને વ્યવસ્થાની જવાબદારી પિતાને માથે રાખતા હતા. આ પાંજરાપોળઆજે ઉત્તમ જીવદયાનું ઉપયોગી કાર્ય કરતી સંસ્થા તરીકે સેવા બજાવે છે તેની ચેજના અને રૂપરેખા આ મહાન શેઠને આભારી છે. એમની સખાવતને આંકડે દશ લાખ ઉપરને વિગતવાર “મુંબઈને બહાર” નામના પુસ્તકમાં આપે છે (પૃ. ૧૪૦–૧), પણ તે ઉપરાંત તેમણે સંઘભક્તિ અને ઠામઠામ ધર્મશાળાઓ કરાવીને અઢળક દ્રવ્ય ખરચ્યાની આધારભૂત વિગતે મળી આવે છે. એમને ઘેર રાજવીને વૈભવ હતો, એ જ્યારે દશેરાની સ્વારી અમદાવાદમાં કાઢતા ત્યારે તે જોવાને