________________
૧૦૪
નામાંકિત નાગરિક હતું. બાર વર્ષે એની પાસે પાંચ હજારની મૂડી થઈ. પછી એણે વ્યાજે નાણું લઈ ધીરધાર કરવા માંડી. ઘરની ગાડી પણ રાખી. વખારમાં માલ ભરવા માંડ્યો. | મુંબઈમાં એ હવે વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. મુંબઈ આવ્યું તેમને પંદરમું વર્ષ ચાલતું હતું ત્યાં સં. ૧૮૫૮ માં ચીંચબંદર પર મેટી આગ લાગી. તે વખતે આગ ઓલવવાના સાઘને કાંઈ જ નહોતા. ટોપલા ભરીને ધૂળ અને પાણીના હાંડા સિવાય કાંઈ સાધન તે માટે નહતું. કુલ વખાર ખલાસ થઈ ગઈ. ત્રણ દિવસની આગમાં નાનજીભાઈની સર્વ કમાણી નાશ પામી અને પારકે પૈસે વેપાર ર્યો હતો એટલે મોટી રકમનું દેવું માથે ઊભું રહ્યું. તે વખતે પણ એની ધર્મશ્રદ્ધા કાયમ હતી. નેમચંદ અમીચંદ (મેતીશાહ શેઠના મોટાભાઈ) તેમને દેરે મળી ગયા. ખબર–અંતર પૂછતાં નાનજીની ગભરામણ તે સમજી ગયા. નાનજીને એમણે ખૂબ હિમ્મત આપી. પિતાને દાખલો આપે. ફીર લડેંગે' કહીને ધીરજ આપી. પોતાની માતા રૂપાબાઈ પાસે નાનજીને લઈ ગયા. રૂપાબાઈ અતિ પ્રખર વૃદ્ધા વહેવારુ બાઈ હતા. એમણે નાનજીને મરદ થવા કહ્યું. બધા લેણદારેને એકઠા કરી કાંધા કરવાથી કામ થાય અને આબરૂ રહે તેવી યુક્તિ બતાવી. નેમચંદ શેઠે સાથે રહી બધા લેણદારોને એકઠા ક્યું અને દેવાની રકમ મુકરર કરી નવાં ખાતાં પડાવી દીધાં. તે વખતે મોતીશાહ શેઠ કલકત્તથી અફીણ ખરીદી ચીન ચઢાવતા હતા, પણ ત્યાંના આડતી આ ઘણા ગોટાળા કરતા હતા. મોતીશાહે નાનજીભાઈને કલકત્તે જવા કહ્યું. મૂડીનું રોકાણ મેતીશાહ કરે અને નફામાં