________________
શેઠ મોતીશાહ મળતો નથી; પણ બને અનેક વખત ભાગમાં વેપાર કરતા હતા અને બંને વચ્ચે કુટુંબી જેવો સંબંધ હતે મુંબઈ શહેરમાં તે વખતે પારસીઓમાં સર જમશેદજી અને હિંદુઓમાં શેઠ મોતીશાહ ઘણું પ્રસિદ્ધ હતા એ વાત ઘણું જગ્યા પર નોંધાયેલી છે અને આપણે તે તે યુગના શેઠ સાદાગરના પ્રકરણમાં જઇશું. શેઠ મેતીશાહની વ્યાપાર પદ્ધતિ એટલી વિશિષ્ટ ગણાતી કે–મેટા યુરોપિયને તથા પારસીઓ તેમની સલાહ લેવા આવતા અને કેઈ જાતના ભેદ વગર શેઠ પોતાની નેક સલાહ સર્વને આપતા. મેતીશાહ શેઠે ઊભી કરેલ પાંજરાપોળના પહેલાં ચેરમેન સર જમશેદજી જીજીભાઈ બનેલ તે કેમકેમ વચ્ચેનો અંદરઅંદરને પ્રેમ બતાવે છે. શેઠ ખમચંદભાઈ પાલીતાણાનો સંઘ કાઢે અને સર જમશેદજી તેમને એક લાખ રૂપિયાને ચાંદલ કરે એ વાત ખૂબ નેધવા જેવી છે. અરસપરસને સહકાર અને સંબંધ કેવી હૃદય ભાવનાથી પિષવામાં આવતો હતે એનાં એ સાચાં દષ્ટાંતે છે. મોતી શાહ શેઠને શેઠ હઠીસંગ કેશરીસિંગ સાથે ઘણે સારો સંબંધ હતું. અમદાવાદના આ શેઠને વેપાર વધતે ગયે. તેમણે તેમજ અમદાવાદવાળા શેઠ હેમાભાઈ વખતચંદ (નગરશેઠ) અને કરમચંદ પ્રેમચંદ એ ત્રણેએ સં. ૧૮૭૫થી ૧૮૮૧ સુધીમાં પોતાની પેઢીઓ મુંબઈમાં સ્થાપન કરી. મોતીશાહ શેઠના દરેક કાર્યમાં આ ત્રણે અમદાવાદના શેઠીઆઓ મેટા ઉત્સાહથી ભાગ લેતા હતા અને ત્રણે લગભગ શેઠ મોતીશાહના સમવયસ્ક હેઈને સામાજિક અને સાંસારિક વ્યવહારમાં જવા