________________
૯૨
નામાંકિત નાગરિક સારે સંબંધ હતું. તેઓ શરૂઆતમાં વાડિયા શેઠને ત્યાં દલાલીનું કામ પણ કરતા હતા. શેઠ હોરમસજી વાડિયા સને ૧૮૮૨ માં ગુજરી ગયા, ત્યાર પછી પણ શેઠ દરરોજ એક વખત તેમને ઘેર જઈ એમના કુટુંબીઓ તથા પુત્રોની સંભાળખબર લઈ આવતા હતા અને વાડિયા શેઠને પુત્ર સગીર હેવાથી તેના વહીવટ પર પણ શેઠ મોતીશાહ જાતે ધ્યાન આપતા હતા. વહીવટની દરેક વિગતેમાં નાના વાડિયાને માહિતગાર કર્યા પછી પણ પિતાના મરણ સુધી મોતીશાહ શેઠ દરરોજ એક આંટે વાડિયાને ઘેર તથા પેઢીએ ખાઈ આવતા હતા. વાડિયા શેઠના પુત્રોને વહીવટ મેં ત્યારપછી તેઓ પણ શેઠ મોતીશાહને પોતાના વડીલ તરીકે માનતા અને શેઠની સલાહ અનુસાર ધંધો કરતા હતા. શેઠ મેતીશાહ ગુજરી ગયા પછી વાડિયા કુટુંબને અને શેઠ મોતીશાહના કુટુંબને સંબંધ ચાલુ રહ્યો જણાય છે અને શેઠ મોતીશાહના પુત્ર ખીમચંદભાઈની મુસીબતે વખતે વાડિયાકુટુંબે દ્રવ્યની અને સલાહની સારી સહાય કરી હોય એમ પણ જણાય છે. વાડિયા શેઠની વ્યાપારની કુનેહ અને રીતભાત સંબંધી વિગત તદ્યુગીન શેઠ સોદાગરના પ્રકરણમાં જણાવી છે તે પણ ધ્યાન આપવા લાયક છે. શેઠ મોતીશાહે પિતાના સૌથી મોટા જહાજને “હોરમસજી બમનજી” નું નામ આપ્યું છે તે હકીકત બન્ને વચ્ચેને ગાઢ સંબંધ બતાવે છે. શેઠ મોતીશાહને સર જમશેદજી જીજીભાઈ પહેલા બેરેનેટ સાથે પણ ઘણે સારો સંબંધ હતા. લેકમાન્યતામાં સર જમશેદજી અસલ મેતીશાહ શેઠના ગાડીવાન (નેકર) હતા એવી વાત ચાલે છે, તેને કાંઈ પુરાવે