________________
શેઠ માતીશાહ
૯૧
અમલ કરનાર અમરચંદ દમણી હતા. એ આગળ જતાં મોટા ધનપતિ પણ થયા હતા.
આ દમણના રહેવાશી શેઠ અમરચંદ પ્રેમચંદ ક્રમણી અસલ શેઠના મુનીમ હતા કે શરૂઆતથી જ શેઠ હતા તેની આધારભૂત હકીકત મળતી નથી, પણ તેએ શેઠ મેાતીશાહના મુખ્ય સલાહકાર હતા અને ખીમચંદ શેઠના તા જમણા હાથ હતા અને એમ કહેવાય છે કે–મેાતીશાહ શેઠની ટુંકની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વખતના સર્વ કારભાર તેમના હાથમાં હતા અને તેમની સલાહ પ્રમાણે જ સર્વ કામ ચાલતું હતું. મેાતીશાહની ટુંકમાં મધ્ય દેરાસરની બાજુમાં દક્ષિણ તરફ શેઠ અમરચંદ પ્રેમચંદ દમણીનું દેરાસર છે. એને ત્રણ શિખર છે. પૂર્વાભિમુખ આ દેરાસરના વહિવટ અત્યારે પણ અમરચંદ દમણીની પેઢી જુદો કરે છે. એ પેઢીનું સ્થાન મેાતીશાહ શેઠની પાલીતાણામાં આવેલ ધર્મશાળામાં જ છે. આ મંદિરમાં રત્નના સાથિયા છે. આ દેરાસરની બાંધણી શેઠ હેમાભાઇના દેરાસરને મળતી છે. શેઠની ભાવના પેાતાના ગુમાસ્તાઓને લક્ષાધિપતિ જોવાની હતી એનું આ સારું દૃષ્ટાંત છે. આગળ ખિમપ્રતિષ્ઠા મહાત્સવનું વર્ણન આવશે ત્યારે જણાશે કે-૫ ચકલ્યાણકમહાત્સવમાં આ અમરચંદ દમણી અને શેઠના કુટુંબે વેવાઈના ભાગ ભજવ્યા હતા. એ વાત રાસડાઓમાં પણ જણાય છે.
શેઠ મેાતીશાહને પારસી કુટુંબ સાથે બહુ સારા સંબધ હતા. તેના બે દાખલા નાંધવા જેવા છે. એમ જણાય છે કેરોઠ હારમસજી બમનજી વાડીઆની સાથે મોતીશાહ શેઠને ઘણા