________________
(૧૩) શેઠના ગુમાસ્તાઓ, સ્નેહી વગેરે મેતીશાહ શેઠને પિતાના ગુમાસ્તાઓ સાથે સંબંધ કુટુંબીજનના સંબંધ જેવો હતો. તેઓ પોતાના ગુમાસ્તાઓ પિતાના જેવા ધનપતિ થાય અને દુનિયામાં નામના કાઢ તેમાં ગૌરવ લેનારા હતા. ગુમાસ્તાઓના સારા નરસા અવસરે ખૂબ ઉદારતાથી તેને નવાજતા અને જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે તે કેમ વધારે રળે તે માટે ચીવટ રાખતા હતા.
શેઠ મોતીશાહના નેકરો લક્ષાધિપતિ થયા છે તેના દાખલાએ મેજુદ છે. તેમની ટુંકમાં દેરાસરે તેમના મુનીમાએ બંધાવ્યા છે તે પરથી તેઓ ગુમાસ્તા કે મુનીમને જિંદગીપર્યત સેવક જ રહે એમ ઈચ્છતા નહોતા તે તે ઉઘાડી રીતે જણાય છે. તેઓ ગુમાસ્તાઓની પસંદગીમાં નાતજાતને બહુ તફાવત રાખતા નહોતા, છતાં તેમના મોટા કાર્યવાહક ગુમાસ્તા કે મુનીમે જેન હતા અને એમ થવું તદ્દન સ્વાભાવિક છે. તેમની પેઢી પર હિંદુઓ તથા પારસીઓ ઘણ મેટી સંખ્યામાં કામ કરતા હતા એ વાત સારી રીતે સેંધાયેલી છે.
શેઠના દરેક કાર્યમાં સલાહકાર અને શેઠની દરેક જનાને