________________
શેઠ મોતીશાહ
ખંભાતી મટી સુરતી થઈ ગયા અને તેમની ગણતરી આખરે સુરતીમાં થઈ ગઈ. તેમના મૂળ ચરિત્રની માહિતગારી ન હોય તે તેમને કઈ ખંભાતી ન જ ધારે, એટલું તેનું વર્ચસ્વ છેવટે સુરતી તરીકેનું થઈ ગયું. સુરતીઓ ઝવેરાતના ધંધામાં ઘણું પ્રવીણ હતા અને અમીચંદ શેઠે ઝવેરાતને ધંધો આદર્યા પછી તેમને સુરતી સાથે સંબંધ એટલો બધો વધી ગયે કે તેમના પુત્રના સગપણ સંબંધ સર્વ સુરતી સાથે થઈ ગયા અને શેઠ મોતીશાહના વખતમાં તે તેઓ અસલ ખંભાતી હતા એ વાત પણ લગભગ વીસરાઈ ગઈ.
શેઠ મોતીશાહના અંગત સંબંધીઓમાં તેમની માતા રૂપાબાઇને તે યુગમાં તેજપાળની પત્ની અનુપમા દેવીનું સ્થાન મળતું હતું. એ બાઈ ઘણું દીર્ઘ દશ અને કુટુંબવત્સલ ગણાતા હતા અને તેમણે શેઠ અમીચંદ સાકરચંદના ઘરમાં પગ મૂકે ત્યાર પછી તે કુટુંબની જાહોજલાલી થયેલ હોવાથી તેમને સારાં પગલાંની ગણવામાં આવતી હતી. રૂપાબાઈ અતિ ધર્મિષ્ઠ હતા, પાકી શ્રદ્ધાવાળા હતા અને તેમના સર્વ પુત્રો ઉપર તેમના ઉચ્ચ વર્ચસ્વની છાયા હતી એમ તેમના સમયમાં પણ જાહેર રીતે બોલવામાં આવતું હતું.